માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષના બાળકને ચીકુ ખવડાવવું પડ્યું મોંઘુ, થયું એવું કે મળ્યું સીધું મોત, પરિવારમાં છવાયો માતમ
Child Died After Eat Chiku surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે તો ઘણા લોકો એવા અકસ્માતનો ભોગ બનતા હોય છે જેના કારણે પણ તેમના મોત થતા હોય છે. સાથે જ નાના બાળકો પણ ક્યારેક ધ્યાન બહાર એવી હરકતો કરી બેસતા હોય છે જેના કારણે તેમના મોત થતા હોય છે.
તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે નાનું બાળક રમતા રમતા કોઈ વસ્તુ નાકમાં કે મોઢામાં ફસાવી દેતા તેનું મોત નીપજ્યું હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક દોઢ વર્ષના બાળકનું ચીકુ ખાતા ખાતા મોત નીપજ્યું હતું, પરિવારના વ્હાલ સોયા દીકરાના આમ અચાનક મોતના કારણે પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનાના કૈલાસ નગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના ગંજામના વતની સંતોષ નાયક સાડીમાં લેસ પેટ્ટી લગાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે દોઢ વર્ષના દીકરા ઋષિને તેની માતા ગત બુધવારના રોજ ચીકુ ખવડાવી રહી હતી. જે ખાતા ખાતા જ ઋષિ ચીકુનો બીજ ગળી જતા બેભાન થઇ ગયો.
તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે માસુમ બાળકને મૃત જાહેર કર્યું હતું. તબીબોએ શક્યતા વ્યક્ત કરી કે ચીકુનું બીજ શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે તેનો શ્વાસ રૂંધાઇ જતા તેનું મોત નીપજ્યું છે. બનાવ અંગે જાણ થતા ઉધના પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઋષિના મૃતદેહને મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.