ચિકની ચમેલી ગીત ઉપર આ ભારતીય છોકરી સાથે વિદેશી યુવતીએ પણ લગાવ્યા એવા ઠુમકા કે વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

સોશિયલ મીડિયામાં અવનવા વીડિયોની ભરમાર જોવા મળે છે. ઘણી એવી ઘટનાઓ હોય છે જે રાતો રાત વાયરલ થઇ જતી હોય છે અને લોકો પણ આવા વીડિયોને ભરપૂર શેર પણ કરતા હોય છે. લોકોને ખાસ કરીને ડાન્સ વીડિયો જોવાના પસંદ હોય છે અને તેમાં પણ કોઈ વિદેશી જો બોલીવુડના ગીતો ઉપર ડાન્સ કરે તો પછી પૂછવું જ શું ?

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી ભારતીય છે અને બીજી આઇરિશ છે. બંનેએ પોતાની ફંકી સ્ટાઈલમાં ડાન્સ કર્યો અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને હવે આ વીડિયો દરેકના દિલ જીતી રહ્યો છે.

આ બંને છોકરીઓએ એટલો સરસ અને સ્વાભાવિક રીતે ડાન્સ કર્યો કે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ફેન બની ગયા. બંને ડાન્સ કરતા ખડખડાટ હસતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે અમે નિષ્ફળ ગયા પરંતુ અમે ઘણો આનંદ લીધો. બંનેએ કેટરિના કૈફ પર ફિલ્માવાયેલા આઈટમ સોંગ “ચિકની ચમેલી” પર ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sahira Taneja Dockx (@sahirataneja)

આ વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ જોયો છે અને 50 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોએ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી. લોકોને આ ડાન્સ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel