વધુ એક ગમ્ખવાર અકસ્માત : કાર અને બસ વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત, ચારેયના ધટનાસ્થળે મોત

રાજય સહિત દેશભરમાં અકસ્માતના ઘણા કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ બે દિવસમાં અકસ્માતની કેટલીક ખબર આવી હતી અને ફરી એક ખબર આવી રહી છે, જેમાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયાની વિગત સામે આવી છે.

આ ઘટના બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા પાસે થયો હતો અને આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારમાં ફસાયેલ લોકોના અંદર જ મોત થયા હતા. આ અકસ્માત મોડી રાત્રે લગભગ 2-2.30 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માતને પગલે કારના પરખચ્ચા નીકળી ગયા હતા. જો કે બસમાં સવાર લોકોને કોઇ જાનહાનિ થઇ ન હતી.

મૃતકના નામ પટેલ દિનેશભાઈ, ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર, રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર, ગ્યારશીલાલ હોવાની વિગત સામે આવી છે. ત્યારે કાર મધ્યપ્રદેશ પાસિંગની છે. હ્યુન્ડાઇ કંપનીની સફેદ ક્રેટા કાર છુછાપુરા ખાતે એસટી બસ સાથે અથડાઇ હતી અને આ બસ કાલાવાડથી છોટાઉદેપુરની હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકશાન થયુ હતુ. લાશને કારના કાચ તોડી બહાર કાઢવામાં આવી હતી.

અકસ્માતનો ભોગ બનેલ લોકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાની વિગત બહાર આવી છે. પોલિસને જાણ થતા તેઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહોને સંખેડા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બસની આગળના ભાગને પણ નુકશાન થયુ હતુ.

Shah Jina