છવિ મિત્તલ છેલ્લા ઘણા વર્ષોથી ટીવી શો અને ફિલ્મો દ્વારા દર્શકોને મનોરંજન કરાવી રહી છે. જોકે આ સમયે તેની લાઈફમાં એક એવા સ્ટેજ પર આવી ચુકી છે જેમાં તેને ખુબ જ સ્ટ્રોંગ રહેવાની જરૂર છે. છવિ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે અને આજે તેની સર્જરી થવા જઈ અહીં છે. એક બાજુ જ્યાં છવિના ચાહકો ખુબ વધારે ટેન્શનમાં છે તે બીજી તરફ છવિ ખુબ જ સ્ટ્રોંગ બનેલી છે અને આ સ્ટ્રોંગ ભરેલા માહોલમાં પણ તેના ચાહકોને એન્ટરટેન કરી રહી છે.
હોસ્પિટલથી છવિની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં તે ખુબ જ રિલેક્સ દેખાઈ રહી છે. છવિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલની અંદર તેના રૂમમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. છવિને આવી રીતે હોસ્પિટલમાં પરફોર્મ કરતા જોઈ ખુબ જ સ્ટ્રોંગ ફીલિંગ આપે છે.
જોકે જયારે તે પરફોર્મ કરી રહી હતી ત્યારે તેમના પતિ તેને જોઈ જાય છે અને છવિ ડાન્સ કરવાનું બંધ કરી દે છે. પરંતુ ત્યારબાદ તેણે કેમેરો પતિ તરફ કરી દીધો. આ વીડિયોને શેર કરતા છવિએ લખ્યું હતું કે,’ડોકટરે કહ્યું હતું કે છવિ ચીલ કરો… તો હું કરી રહી છું.’ છવિના આ અંદાજ પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે સાથે સેલેબ્સ પણ તેની આ પોસ્ટ પર ખુબ લાઇક્સ આને કોમેન્ટ કરી રહ્યા છે કે જલ્દી સારી થવાની શુભકામના આપી રહ્યા છે.
છવિની લેટેસ્ટ પોસ્ટની વાત કરીએ તો તેણે સર્જરી થવાની થોડીક મિનિટો પહેલા તેની તસવીર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં તે તેના પતિનો હાથ પકડેલ નજર આવી રહી છે. તસવીર શેર કરતા છવિએ લખ્યું હતું કે,’હવે સર્જરીનો સમય આવી ગયો છે.’ જણાવી દઈએ કે હોસ્પિટલ જતા પહેલા છવિનો એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તેના બાળકોને ગળે લગાવતી નજર આવી રહી છે. છવિએ નિર્દેશક મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે.
View this post on Instagram