રહસ્યોને જન્માવનારી ફિલ્મ “ચહેરે”નું ટ્રેલર થયું રિલીઝ, અમિતાભ બચ્ચન સાથે ઇમરાન હાશ્મી ખાસ કિરદારમાં

કોરોના કાળમાં અટકી પડેલી ફિલ્મોના પ્રસારણ હવે ફરી શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી દર્શકો આવનારી ફિલ્મ “ચહેરે”ને લઈને ખુબ જ ઉત્સાહિત હતા. કારણ કે આ ફિલ્મની અંદર અભિનેતા ઇમરાન હાશ્મી સાથે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે.

દર્શકોનો ઇન્તજાર હવે જાણે પૂરો થતો હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું અને અને ટ્રેલર દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ 9 એપ્રિલના રોજ સિનેમાઘરમાં પ્રસારિત કરવામાં આવશે.

આ ફિલ્મનું ટ્રેલર જોતા જ ફિલ્મ ખુબ જ સસ્પેન્સ હોય તેમ લાગી રહ્યું છે, તો આ ફિલ્મની અંદર રિયા ચક્રવર્તી પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે જેની ઝલક પણ ફિલ્મના ટ્રેલરમાં જ જોવા મળે છે.

“ચહેરે” એક સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મ છે અને તેનું ટ્રેલર પણ ઉત્સુકતા જગાવવામાં સફળ રહ્યું છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાનું ફોર્મ બતાવી રહ્યા છે. બિગ બીના આવાજમાં બોલવામાં આવેલા સંવાદો ટ્રેલરને વધુ અસરદાર બનાવી રહ્યા છે.

ચહેરાનું નિર્દેશન રૂમી જાફરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા ઇમરાન હાશ્મી પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ટ્રેલરની શરૂઆત અમિતાભ બચ્ચનના વોઇસ ઓવરથી થાય છે. જેમાં તે કહે છે કે “જો તમારામાંથી કોઈપણ કઈ પણ અપરાધ કર્યો હોય તો બહુ જ સાચવીને અહિયાંથી પસાર થજો.. કારણ કે આ રમત તમારી સાથે પણ રમાઈ શકે છે.”

આ ફિલ્મ એક રહસ્ય જન્માવે છે, જેમાં અમિતાભ અને ઈમરાનની મુલાકાત થાય છે અને તેમના દ્વારા એક ગેમ રમવામાં આવે છે અને આ સ્ટોરીનું રહસ્ય ઘુંટાતું જાય છે. આ ટ્રેલરની અંદર સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી પણ જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન અને પોસ્ટરમાંથી તે ગાયબ હતી પરંતુ તેને ફિલ્મના ટ્રેલરમાં જગ્યા મળી ચુકી છે.

આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર વૈશાલ  શાહ છે. તેમને સફળ ગુજરાતી ફિલ્મો આપી છે અને હવે તે બોલીવુડમાં પણ પોતાની પ્રથમ ફિલ્મ “ચહેરે”ને કો-પ્રોડ્યુસ કરી છે.દર્શકોને પણ આ ફિલ્મનું ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે, હવે દર્શકો ફિલ્મ આવવાની રાહ જોઈને બેઠા છે. તમે પણ જુઓ આ ફિલ્મનું ટ્રેલર..

Niraj Patel