હે ઈશ્વર.. તારી કેવી લીલા ? ભાવનગરથી ઉત્તરાખંડ દેવ દર્શને ગયા હતા યાત્રીઓ, હર હર મહાદેવનો જય જય કાર કર્યો અને બસ ઊંડી ખીણમાં… જુઓ અંતિમ વીડિયો

ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત, 28 યાત્રિકો ઘાયલ, ઘણા પહેલાનો છેલ્લો વીડિયો થયો વાયરલ, જુઓ

Chardham Yatra from Bhavnagar met with an accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ ચોમાસાનો સમય હોવાના કારણે પણ કેટલાક એવા અકસ્માત સામે આવે છે જે સાંભળીને ધ્રુજારી છૂટી જાય. ત્યારે હાલ સૌથી વધારે ખરાબ હાલત ઉત્તરાખંડની છે. જ્યાંથી ઘણા અકસ્માતોની ખબરો પણ સામે આવી રહી છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતમાં 7 ગુજરાતીઓના મોત થયાની ખબર પણ સામે આવી છે.

ગત 15 ઓગસ્ટના રોજ ભાવનગરથી એક ખાનગી ટ્રાવેલ્સ મારફતે 35 જેટલા લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે ગત રોજ તેઓ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગંગનાની પાસે બસના ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ક્રેશ બેરીયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને ઝાડવા વચ્ચે ઝટકી ગઈ હતી. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જે તમામ ભાવનગર જિલ્લાના હતા.

આ ઉપરાંત આ અકસ્માતમાં 28 યાત્રિકો ઘાયલ પણ થાય છે જેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત પહેલાનો જ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યાત્રિકો બસની અંદર જ જય જય કાર બોલાવી રહ્યા છે. ભગવાનનું નામ લેતા લેતા જઈ રહેલા આ યાત્રિકોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ તેમના જીવનની અંતિમ યાત્રા બની જશે. ત્યારે આ ઘટના બાદ ભાવનગરમાં પણ ઊંડા શોકનો માહોલ સર્જાયો છે.

આ અકસ્માતમાં ભાવનગરના મહુઆના પણ 4 લોકોના મોત  નિપજ્યા છે, જેને લઈને મહૂયામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. તો પાલીતાણાના પણ ચાર યુવાનો મિત્રો સાથે ફરવા માટે ગયા હતા, જેમાંથી એક યુવકનું પણ આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. પાલીતાણાના કરણજી ભાટી નામના આ યુવકનું મોત તથા જ પાલીતાણા પણ શોકમાં ગરકાવ થઇ ગયું છે, યુવકના નિધન બાદ તેના ત્રણ બાળકોના માથેથી પિતાની છત્રછાયા ચાલી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel