કરોડપતિ છે અને રોયલ લાઈફ જીવે છે કપિલ શર્માનો ચંદુ ચાવાળો, બોલ્ડ પત્ની જોઇને ખુદ કપિલ પણ ચોંક્યો

ખુબ જ પૈસાદાર છે કપિલ શર્માનો ચાવાળો, આલીશાન ઘર અને સુંદર પત્ની જોઈને કપિલ પણ છે હેરાન

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો “ધ કપિલ શર્મા શો” એ લોકોનું ખુબ મનોરંજન કર્યું છે. આ શો જેટલો ફેમસ થયો છે એટલા જ ફેમસ શોના કલાકારો પણ છે.એવો જ એક શોનો કલાકાર છે ચંદુ ચાવાળો એટલે કે ચંદન પ્રભાકર. ટીવી શોમાં ગરીબ ચાવાળાના કિરદારમાં જોવા મળતો ચંદુ અસલ જીવનમાં એકદમ ધનવાન અને સ્ટાઈલિશ છે અને તે મુંબઈમાં આલીશાન ઘરમાં રહે છે. હાલના સમયમાં કપિલ શર્માની ટિમ કેનેડા ટુર પર છે એવામાં ટ્રીપ દરમિયાન ચંદનના બ્રાન્ડેડ કાપડાએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

શોમાં ચાવાળાના પાત્રમાં જોવા મળતો ચંદુ અસલ જીવનમાં શાહી જીવન જીવે છે.ચંદને ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં કપિલ શર્મા સાથે ટીવી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. શોનો વિજેતા કપિલ શર્મા બન્યો હતો અને રનરઅપ તરીકે ચંદનની પસંદગી થઇ હતી.આ શો તો ચંદન જીતી શક્યો ન હતો પણ કપિલ શર્માના શોમાં ચંદને ચાવાળાના કિરદારમાં દરેકનું દિલ જીતી લીધું.

પંજાબનો રહેનારો ચંદન પોતાના ટેલેન્ટ અને મહેનતના દમ પર આગળ વધતો ગયો અને આજે મુંબઈમાં આલીશાન ઘરનો માલિક પણ છે. ચંદનનું ઘર મુંબઈમાં સૌથી મોંઘા એપાર્ટમેન્ટમાંનું એક ગણવામાં આવે છે. ચંદન અવાર-નવાર પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરે છે જેમાં તેના આલીશાન ઘરની ઝલક પણ જોવા મળે છે.

તસ્વીરોમાં જોઈ શકાય છે કે ચંદનના ઘરનો લિવિંગ રૂમ એકદમ વિશાળ અને શાનદાર છે. ઘરમાં રહેલું ફર્નિચર એકદમ ક્લાસી અને સુંદર છે. ઝુમરથી લઈને ડાઇનિંગ ટેબલ સુધીની દરેક વસ્તુઓ યુનિક સ્ટાઈલમાં ડિઝાઇન કરવામાં આવેલી છે. ચંદનના ઘરમાં વિશાળ બાલ્કની પણ છે જ્યાંથી માયનગરી મુંબઇનો સુંદર નજારો જોઈ શકાય છે. ચંદનના ઘરને જોઈને તેની કિંમતનો અંદાજો પણ સામાન્ય માણસ ન લગાવી શકે.

ચંદન પ્રભાકરે વર્ષ 2015માં નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા હતા બંનેની અદ્વિકા નામની દીકરી પણ છે. ચંદન હંમેશા દીકરી અને પત્ની સાથેની તસવીરો શેર કરતા રહે છે. પત્ની નંદિનીની તસવીરો જોતા લાગે છે કે તેની સુંદરતા અભિનેત્રીઓને પણ ટક્કર આપી શકે તેમ છે. નંદિની લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સાર્વજનિક રીતે પણ તે ખુબ ઓછી જોવા મળે છે.

નંદિનીને કપિલ અને ગિન્નીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં ચંદન અને અદ્વિકા સાથે સાર્વજિનક રૂપે જોવામાં આવી હતી. ચંદન અને કપિલ એકબીજાને ઘણા સમયથી ઓળખે છે, બંનેએ સ્ટ્રગલના દિવસો પણ એક સાથે વિતાવ્યા છે. ચંદન એક એપિસોડ માટે 5 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ટીવી શોના સિવાય ચંદન ભાવનાઓ કો સમજો, પાવર કટ, ડિસ્કો સીંગ અને જજ સિંહ એલએલબી જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

Krishna Patel