ચૈત્ર નવરાત્રિએ થઈ રહ્યો છે ઉલટફેર, આ રાશિના લોકોને થશે ખુબ ફાયદો

ભારતીય વૈદિક શાસ્ત્રોમાં વ્રત અને તહેવારોનું ખુબ મહત્વ છે. આપણા દેશમાં હજારો વર્ષોથી વ્રત અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વિજ્ઞાન પણ ભળેલું છે. આસો મહિનામાં આવતી નવરાત્રિ વિશે તો આપણ સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે સૌ કોઈ સાથે મળીને રાસ ગરબા પણ રમે છે. તમને જણાવી દઈએ કે જેટલું મહત્વ તે નરારાત્રિનું છે તેટલું જ ધાર્મિક મહત્વ ચૈત્ર નવરાત્રિનું પણ છે.

હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિ(હિન્દુ પંચાગની પહેલી તિથિ)થી હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવસને ગુડી પડવો પણ કહેવામાં આવે છે. સાથે આ દિવસે ચૈત્ર નવરાત્રિનું નવ દિવસીય પર્વ પણ શરૂ થાય છે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘટસ્થાપન કરવામાં આવે છે.

આ વર્ષે 2 એપ્રિલ 2022 શનિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે, જે 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ, તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ વખતે માતા ઘોડા પર સવાર થઈને આવી રહી છે અને પાડા પર પ્રસ્થાન કરશે. માતાની આ સવારીને શુભ માનવામાં આવતી નથી. પરંતુ આ વખતે ગ્રહોના ઉલટફેરના કારણે કેટલીક રાશિના જાતકોને નવરાત્રિ પર ફાયદો થશે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન બે મહત્વના ગ્રહો રાશિ બદલવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ નવ દિવસમાં શનિ અને મંગળ બન્ને ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. આ બન્ને એક બીજાના દુશ્મન છે, જેથી એક જ રાશિમાં આ બન્નેનું મિલન સમસ્યા ઉભી કરી શકે છે. આ ગોચર કર્ક,કન્યા અને ધન રાશિના જાતકો માટે શુભ રહેશે નહીં, તેથી આ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તો બીજી તરફ મેષ,મકર અને કુંભ રાશિ માટે આ પરિવર્તન શુભ સાબિત થશે. તેમણે દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી ધંધામાં સફળતા મળશે અને આર્થિક લાભ થશે.

ચૈત્ર નવરાત્રિ માટે ઘટસ્થાપનાનું શુભ મૂહુર્ત 2 એપ્રિલ 2022, શનિવારે સવારે 06:10 વાગ્યાથી 08:31 વાગ્યા સુધી જ રહેશે. એટલે કે ઘટ સ્થાપના માટે 2 કલાક અને 21 મિનિટનો સમય મળશે.

YC