ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા વચ્ચે યુઝવેન્દ્ર ચહલ RJ મહવશ સાથે મોજ કરી રહ્યો છે? જુઓ વાયરલ વીડિયો
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્મા છેલ્લા ઘણા સમયથી તેમના છૂટાછેડાને લઇને હેડલાઇન્સમાં છે. ત્યારે આ વચ્ચે ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે જ ચાહકોમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ.

આ વીડિયો જોયા પછી ચાહકો જાણવા માંગે છે કે બંને વચ્ચે શું પકાઇ રહ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો છે, જ્યાં ચહલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોવા આવ્યો હતો. આ દરમિયાન તે આરજે મહવશ સાથે પ્રીમિયમ સ્ટેન્ડમાં બેઠેલો જોવા મળ્યો હોત. આ સિવાય બંનેનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સાથે ઉભા રહીને પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટને આ કેસમાં કાર્યવાહી ઝડપી બનાવવા અને 20 માર્ચ 2025 સુધીમાં અંતિમ ચુકાદો આપવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છ મહિનાનો કૂલિંગ-ઓફ પીરિયડ પણ માફ કરી દીધો કારણ કે બંને પહેલાથી અઢી વર્ષથી અલગ રહેતા હતા.

આ છૂટાછેડા સાથે જોડાયેલા બીજા એક સમાચારે પણ હેડલાઇન્સ બનાવી. ચહલે ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા આપવા સંમતિ આપી છે. બુધવારે બાર એન્ડ બેન્ચે અહેવાલ આપ્યો કે સમાધાનની શરતો અનુસાર, ચહલ વર્માને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવા સંમત થયા છે. તેમાંથી 2.37 કરોડ રૂપિયા કોરિયોગ્રાફરને આપી દેવામાં આવ્યા છે.
View this post on Instagram