‘જૂનો થઇ ગયો છે બુમરાહ, હવે નવું કંઇ પણ નથી…’ ઇંગ્લિશ બેટરનું બૂમ-બૂમ બુમરાહને ખુલ્લુ ચેલેન્જ
જસપ્રીત બુમરાહ પર કમેન્ટ કરવી બેન ડકેટને પડી મોંઘી, ડિએક્ટિવ કર્યુ એક્સ હેન્ડલ ?
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ પ્રવાસમાં મોટો ફેક્ટર સાબિત થઈ શકે છે. જો કે, ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર કમેન્ટ કરી. પરંતુ જસપ્રિત બુમરાહ પર કમેન્ટ કરવી બેન ડકેટને ભારે પડી. હવે બેન ડકેટે તેનું એક્સ એકાઉન્ટ ડિએક્ટિવ કરી દીધું છે.વાસ્તવમાં, ડેઈલી મેઈલને આપેલા ઈન્ટરવ્યુમાં બેન ડકેટે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહનો સામનો કર્યા બાદ તેને એ અંદાજ આવી ગયો હતો કે આ વર્ષના અંતમાં ઇંગ્લેન્ડમાં થનાર પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં શું અપેક્ષા રાખવી જોઈએ.
બેન ડકેટે જસપ્રિત બુમરાહ સિવાય મોહમ્મદ શમીના વખાણ કર્યા. બેન ડકેટે કહ્યું કે મેં આ પહેલા પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં તેનો સામનો કર્યો છે. હું તેની કુશળતાથી વાકેફ છું, તેથી મને આશ્ચર્ય થશે નહીં. જો કે, તે પડકારજનક હશે, પરંતુ જો હું તેના પ્રારંભિક સ્પેલને પાર કરી શકીશ તો રન બનાવવાનું સરળ બનશે. બેન ડકેટે પોતાના બચાવમાં કહ્યું કે તેણે ક્યારેય એવો દાવો નથી કર્યો કે તે જસપ્રિત બુમરાહ સામે સારું પ્રદર્શન કરશે.
તેણે કમેન્ટ કરનારાઓને આર્ટિકલને ધ્યાનથી વાંચવાની સલાહ આપી હતી. જો કે, બેન ડકેટના જવાબનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે પછી તેણે તેનું X એકાઉન્ટ ડિએક્ટિવ કરી દીધું. ત્યાં બેન ડકેટે પોતાના ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે ભારતીય ટીમને ઘરની ધરતી પર હરાવવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ જો ટીમ ઈન્ડિયા વિદેશ પ્રવાસ પર હોય તો તેને હરાવવું કોઈ મોટો પડકાર નથી. તેણે કહ્યું કે ઘરઆંગણે રમતી ભારતીય ટીમ અને વિદેશી મેદાન પર રમી રહેલી ભારતીય ટીમમાં મોટો તફાવત છે.
મને વિશ્વાસ છે કે અમે ભારતીય ટીમને હરાવવામાં સફળ રહીશું. જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેણે પોતાની બોલિંગના દમ પર દુનિયાભરમાં નામ કમાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનું કદ એવું છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ તેની પ્રશંસા થાય છે. બુમરાહ આ સમયે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી અને એટલે જ તે આઈપીએલ 2025ની કેટલીક મેચો ગુમાવશે.