આ સેલેબ્સને બુઢાપામાં પણ ચઢી જવાની, ઇંટીમેટ સીન આપી બેશરમીની હદો પાર, એકે તો 46 વર્ષ નાની એક્ટ્રેસ સાથે આપ્યા હતા બોલ્ડ સીન- જુઓ તસવીરો

સેલેબ્સ માટે ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન અને બોલ્ડ સીન આપવા એ સામાન્ય બની ગયું છે. ઘણા મોટા સ્ટાર્સ પણ ફિલ્મો અને વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સ આપૂ ચૂક્યા છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેઓ ઘણી મોટી ઉંમરે નાની અભિનેત્રીઓ સાથે ઈન્ટિમેટ થયા છે જેને કાણે તેઓ ટ્રોલ પણ થયા. કારણ કે તેના સીન એવા હતા કે તેને જોઈને કોઈને પણ શરમ આવે. જો કે એવું નથી કે આવા બોલ્ડ સીન પર હોબાળો મચી જાય છે, પરંતુ જો અમુક સેલેબ્સ ઈન્ટીમેટ સીન કરે તો ખળભળાટ મચી જાય છે, તેનું કારણ છે વધતી ઉંમરે પુત્રીની ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ અને ઇંટીમેટ સીન. તો આવો જાણીએ એવા કલાકારો વિશે જે બોલ્ડ સીન્સ આપીને હેડલાઇન્સમાં રહ્યા હતા.

કાજોલ: કાજોલ જેણે હંમેશા કહ્યું છે કે તે બોલ્ડ સીન કરવાથી પરહેજ રાખે છે. પરંતુ થોડા સમય પહેલા રિલીઝ થયેલી વેબ સીરિઝ ધ ટ્રાયલમાં કાજોલે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. તેના કિસિંગ સીને તો હલચલ મચાવી દીધી હતી. જો કે લોકોને આ સીરિઝ ઘણી પસંદ આવી હતી, પરંતુ કાજોલ આ સીનના કારણે લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

અમિતાભ બચ્ચન: સદીના મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચન જેમણે પોતાની દીકરી કરતાં પણ નાની એક્ટ્રેસ સાથે ઈન્ટીમેટ સીન આપ્યો હતો. હા, અમે વાત કરી રહ્યા છીએ જિયા ખાનની જે ફિલ્મ નિશબ્દમાં બિગ બી સાથે ઈન્ટિમેટ થઈ હતી. વધતી ઉંમરે અમિતાભે જિયા ખાન સાથે અંતરંગ દ્રશ્યો આપ્યા, જે તેમના કરતા 44 વર્ષ નાની હતી.

શક્તિ કપૂરઃ શક્તિ કપૂરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેમણે પોતાની યુવાનીમાં એવા ઘણા સીન આપ્યા છે જેમાં તે હીરોઈન પર બળાત્કાર કરે છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં તેણે તેની પુત્રીની ઉંમરની પૂનમ પાંડે સાથે ખુલ્લેઆમ ઈન્ટીમેટ સીન આપ્યો હતો. તેણે ધ જર્ની ઓફ કર્મામાં એવા દ્રશ્યો આપ્યા કે જોનારાઓ પણ શરમથી લાલ થઈ ગયા.

ધર્મેન્દ્ર: અભિનેતા ધર્મેન્દ્રએ યુવાનીમાં ભાગ્યે જ બોલ્ડ સીન્સ આપ્યા છે, જો કે તેમણે વૃદ્ધાવસ્થામાં ખૂબ જ હંગામો મચાવ્યો. તેમણે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં શબાના આઝમી સાથે ડીપ લિપ-લોક કર્યું હતું. આ સીનને કારણે તેઓ લાઇમલાઇટમાં આવી ગયા હતા. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ કરતાં શબાના અને ધર્મેન્દ્રના આ સીનની વધુ ચર્ચા થઈ હતી.

જેકી શ્રોફ: હવે આપણે જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ વિશે વાત કરીએ, જેમણે ફિલ્મ ખુજલીમાં નીના ગુપ્તા સાથે ખૂબ રોમાંસ કર્યો હતો. જેકી અને નીનાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી અને તે પણ એ ઉંમરે જ્યારે પૌત્ર-પૌત્રીઓને ઘરે રમાડવાનો સમય હતો.

ઓમ પુરી: ઓમ પુરીએ વર્ષ 2015માં આવેલી ફિલ્મ ડર્ટી પોલિટિક્સમાં મલ્લિકા શેરાવત સાથે ઈન્ટીમેટ સીન આપ્યો હતો. એમ કહેવું ખોટું નહીં હોય કે મલ્લિકા અને ઓમ પુરીની ઉંમરમાં લાંબુ અંતર છે. આ સીનને કારણે ઓમ પુરી ચર્ચામાં રહ્યા હતા. આ સીનને કારણે લોકોએ પરિવાર સાથે ફિલ્મ જોવાનું ટાળ્યું હતું.

Shah Jina