...
   

મહિલા ઇંસ્પેક્ટરના રૂમમાં મળ્યો પુરુષ ઇંસ્પેક્ટર, ભાઇ સાથે પહોંચેલી પત્નીએ બંનેને રંગેહાથ પકડ્યા- સાળાએ બનિયાન પકડીને ઘસેડ્યા…વીડિયો થયો વાયરલ

પતિનું મહિલા ઇંસ્પેક્ટર સાથે હતુ અફેર, પત્નીએ રંગેહાથ પકડી માર્યો- વીડિયો વાયરલ થવા પર પત્ની સહિત ત્રણને જેલ

ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલા તેના પરિવાર સાથે મેરઠથી આગ્રા પહોંચી હતી. અહીં, રકાબગંજ પોલિસ સ્ટેશનની મહિલા ઈન્સ્પેક્ટરના સરકારી આવાસ પર શનિવારે સાંજે ઇંસ્પેક્ટર પતિને પકડ્યો. પછી શું, ભારે હોબાળો થયો. મહિલા ઇંસ્પેક્ટર અને પુરૂષ ઇંસ્પેક્ટરને ઘરની બહાર ઘસેડતા લાવામાં આવ્યા અને ઈન્સપેક્ટરનો સાળો બનિયાન પકડીને ખેંચી લાવ્યો. ત્યાં સ્થળ પર હાજર પોલીસકર્મીઓ તેમને બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા. બંનેને માર મારવામાં આવ્યો હતો.

મહિલા ઇંસ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે મહિલા ઇંસ્પેક્ટરની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. આ દરમિયાનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રકાબગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહિલા ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી મકાનમાં એકલા રહે છે. સાંજે લગભગ ચારેક વાગ્યે કેટલાક લોકો તેમના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવવા લાગ્યા. દરવાજો ખોલતાં જ તેઓ અંદર પ્રવેશ્યા. આ દરમિયાન તે લોકો મહિલા ઈન્સ્પેક્ટર અને પુરુષ ઇંસ્પેક્ટરને રૂમની બહાર ખેંચીને લઈ ગયા.

એક મહિલાએ લેડી ઈન્સ્પેક્ટરનો હાથ પકડી લીધો. ત્યાં, બીજી મહિલા ગાલ પર લાફા મારી રહી હતી. યુવકો સાથે આવેલી મહિલા ગાળો આપતી રહી અને મારતી રહી. માહિતી મળતા જ એસીપી અને થોડા સમય બાદ ડીસીપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનું નામ ગીતા નાગર છે અને તે મેરઠની રહેવાસી છે. તેનો પતિ પવન નાગર છે અને તે મુઝફ્ફરનગરમાં પોસ્ટેડ હતો. હવે તેનું ટ્રાંસફર વિજિલેંસમાં થયુ છે. તે એક મહિનાથી મેડિકલ રજા પર હતો.

ઘરેથી એવું કહી નીકળ્યો હતો કે તે ટ્રાન્સફર બદલાવા જઈ રહ્યો છે. ઘણા દિવસો વીતી ગયા, પણ તેણે ઘરથી સંપર્ક કર્યો નહિ. મહિલાએ જણાવ્યું કે તે તેના ભાઈ, ભાભી અને પુત્ર તેમજ ભત્રીજા સાથે મેરઠથી આગ્રા આવી છે. અહીં પતિની કાર લેડી ઈન્સ્પેક્ટરના ઘરની બહાર પાર્ક હતી. મહિલાએ કહ્યું કે તે તેના ઘરને બરબાદ થતા બચાવી રહી છે. પોલીસ કમિશ્નરે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. જો મહિલા ઇંસ્પેક્ટર સામે ફરિયાદ હતી તો અધિકારીઓને ફરિયાદ કરવી જોઈતી હતી.

ACPએ કહ્યું કે વીડિયો જોયા બાદ પોલીસકર્મીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે ઈન્સ્પેક્ટરની પત્ની, સાળા અને સરહજને કસ્ટડીમાં લીધા છે. મહિલા ઇન્સ્પેક્ટરે એસીપીને કહ્યું કે તેના હાથનું હાડકું તૂટી ગયું છે. પોલીસે મહિલા ઈન્સ્પેક્ટરને મેડિકલ તપાસ માટે મોકલી છે. ઈન્સ્પેક્ટર પવન નાગરની પત્નીએ જણાવ્યું કે તેના પતિ અને મહિલા ઈન્સ્પેક્ટર પહેલા નોઈડામાં પોસ્ટેડ હતા. ત્યારે જ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

Shah Jina