દીવાળી પાર્ટીમાં બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરથી લઇને એશ્વર્યા રાય સુધી…સામેલ થયા આ સેલેબ્સ- જુઓ તસવીરો

દિવાળીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે, લગભગ દરેકે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો પણ દીવાળીની ઉજવણી કરવા માટે તૈયાર છે. દિવાળીની ઉજવણી તો પહેલાથી જ બોલીવુડમાં શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ ઉમટી પડ્યુ હતુ. મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

સોનમ કપૂર પાર્ટીમાં ગોલ્ડન સિલ્ક સાડીમાં જોવા મળી હતી. આ સિવાય રેખાએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ માટે તેણે પણ સિલ્કની સાડી પહેરી હતી. આ સાથે ગોલ્ડન વર્ક જ્વેલરી અને ગ્લોસી મેકઅપ કર્યો હતો. જ્યારે વરુણ ધવન આ પાર્ટીમાં બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં પહોચ્યો હતો, તો ઐશ્વર્યા રાયે આ પાર્ટી માટે રેડ પલાઝો સૂટ પસંદ કર્યો હતો. ક્રિતી સેનન પણ દિવાળી પાર્ટીમાં શાનદાર લુકમાં જોવા મળી હતી. તેણે સિક્વન્સ વર્ક બ્લુ સાડી પહેરી હતી અને આ સાથે બોલ્ડ મેકઅપ અને ઓપન હેર સ્ટાઇલ રાખી હતી.

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં નીતા અંબાણી અને થવાવાળી નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ અદ્ભૂત લુકમાં પહોચ્યા હતા. આ સાથે દિશા પટણી, ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી નોરા ફતેહી, ફિલ્મ ડિરેક્ટર ફરાહ ખાન, કરણ જોહર, દબંગ ખાન સલમાન ખાન, પાવર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, રવિના ટંડન, ભૂમિ પેડનેકર, સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, આયુષ્માન ખુરાના, સુહાના ખાન, રાધિકા મદન, અનન્યા પાંડે, નવ્યા નંદા, વરુણ નતાશા, ગૌરી ખાન, શાહિદ અને મીરા સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

Shah Jina