પાકિસ્તાન સામેની દિલ ધડક મેચમાં ભવ્ય જીત બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યા અફઘાનિસ્તાનના લોકો, આ યુવકે તો ટીવીને જ હાર્દિક પંડ્યા સમજીને… જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ ફક્ત ભારત અને પાકિસ્તાનમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં જોવા મળતો હોય છે. ત્યારે ગઈકાલે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દિલ ધડક મેચ રમાઈ હતી અને તેમાં પણ ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હાર આપી. જેમાં જીતનો હીરો રહ્યો હાર્દિક પંડ્યા. ભારતની જીત બાદ આખી દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માત્ર ભારતમાં જ નહિ, પરંતુ આ જીતનો જશ્ન પાડોશી મુલ્ક અફઘાનિસ્તાનમાં પણ જોવા મળ્યો હતો.

ભારતની જીતના જશ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ભારતની જીત પર ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહિત છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક અફઘાન યુવકો એક રૂમમાં બેસીને મેચ જોઈ રહ્યા છે, જ્યારે હાર્દિક પંડ્યાના શોટ બાદ એક યુવક ઊભો થઈને ટીવીની નજીક આવે છે અને તેને કિસ કરીને ખૂબ જ આનંદની ઉજવણી કરે છે.

લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે અફઘાનિસ્તાનમાં લોકોએ ભારતની જીત અને પાકિસ્તાનની હારની ઉજવણી કરી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને આ મેદાન પર 308 દિવસ પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ ભારતે ભૂતકાળને પાછળ છોડીને આ વખતે પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી.

પાકિસ્તાને ભારતને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે રોહિત શર્માની ટીમે બે બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો હતો. લોકોએ ભારતીય ટીમની જીતની જોરશોરથી ઉજવણી કરી હતી. ભારતમાં તો લોકો ભારતીય ટીમની જીતની જશ્ન મનાવી રહ્યા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

Niraj Patel