ગાયનું તાજું દૂધ પીવા માટે આ બિલાડીએ તેના માલિક સાથે કર્યું એવું કે વીડિયો જોઈને તમારા ચહેરા ઉપર પણ સ્માઈલ આવી જશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા પણ હોય છે, તો ઘણા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ પણ જીતી લે તેવા હોય છે.

હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. જેમાં એક બિલાડીની ક્યૂટ ક્યૂટ હરકતે સોશિયલ મીડિયા યુઝર્સને પોતાના દીવાના બનાવી દીધા છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં બિલાડીને પણ પાળતા હોય છે અને તેમને પોતાના બાળકોની જેમ સાચવે છે, ઘરમાં પણ બિલાડીની કેટલીક હરકતો દિલ જીતી લેતી હોય છે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ગાયમાંથી દૂધ કાઢતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે નજીકમાં એક બિલાડી પણ બેઠેલી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા બિલાડી થોડીવાર માણસને જોતી રહે છે અને પછી તેના પગથી ઈશારો કરીને ખૂબ જ પ્રેમથી તાજું દૂધ માંગતી જોવા મળે છે, ત્યારબાદ તે માણસ તેના મોં તરફ ગાયનો આંચળ કરીને દૂધ પીવડાવે છે. આ તકનો પૂરો લાભ ઉઠાવીને બિલાડી પણ દૂધ ચાટી જાય છે. બિલાડીની આ હરકતો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘બસ દરેકના હાવભાવ સમજવાની જરૂર છે.’ 54 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે.

Niraj Patel