રેસિંગ કારની જેમ પહાડી વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર લઈને આવ્યો કાર ચાલાક, અચાનક થયું એવું કે કાર હવામાં કેટલાય ફૂટ ઉછળી પછી… જુઓ વીડિયો

દેશ અને દુનિયામાં રોજ ઘણા બધા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે,  ઘણા અકસ્માતની ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે  જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. તમે પણ આવા ઘણા અકસ્માત  જોયા હશે અને ઘણા અકસ્માતમાં કેટલાક લોકો મોતને હાથતાળી દઈને પાછા આવતા પણ જોયા હશે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કારનો ખૂબ જ ખતરનાક અકસ્માત થાય છે. વિડીયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટેકરીની બાજુથી એક સ્પીડમાં કાર આવી રહી છે. આ દરમિયાન તેનું સંતુલન બગડે છે અને તેનું વ્હીલ પહાડીની ધાર પર પડી જાય છે. જેના કારણે કાર હવામાં કેટલાય ફૂટ ઊંચે ઉડે છે.

તમે જોઈ શકો છો કે હવામાં ઉછળ્યા બાદ કાર ફરી એક વખત રોડ પર આવે છે. તે પછી તે પહેલાની જેમ જ આગળ વધે છે. સારી વાત એ છે કે કાર સીધી રોડ પર સુરક્ષિત રીતે પડી જાય છે. જો કાર પહાડ પરથી નીચે ઉતરી ગઈ હોત તો ડ્રાઈવર માટે બચવું અશક્ય હતું. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. આ હૃદયદ્રાવક વીડિયો suvclub_07 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by _ (@suvclub_07)

આ વીડિયો જોઈને લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે મજાક કરતા લખ્યું કે યમરાજ રજા પર ગયા છે. તે જ સમયે, અન્ય યુઝરે તેને રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું કે ભગવાને વ્યક્તિને બીજી તક આપી છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ જાણકારી નથી મળી, સાથે જ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ પણ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel