ભગવાન ના કરે આવી હાલત કોઈની પણ થાય, વીડિયો જોઈને તમે પણ આ પ્રાર્થના કરવા લાગી જશો

સોશિયલ મીડિયાની અંદર રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, તો ઘણા એવા ભયાનક અકસ્માતના વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયો રૂંવાડા ઉભા કરી દેનારા પણ હોય છે. ઘણીવાર આપણી સાથે પણ એવું બનતું હોય છે કે આપણે કોઈ મુસીબતમાં હોઈએ અને તે મુસીબતમાંથી બહાર પણ ના નીકળ્યા હોય અને બીજી મુસીબત આવીને માથે પડે. હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાડીનો અકસ્માત થયો છે અને તે રોડ ઉપર પલટી ખાઈને પડી છે. અકસ્માત થયો ત્યારે તે ભાઈને ખુશી થઇ હશે કે ગાડીને વધુ નુકશાન નથી થયું અને તેનો જીવ પણ બચી ગયો હશે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે હજુ એક વધુ મુસીબત તેની રાહ જોઈને ઉભી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પલટી ખાઈ ચુકેલી કારને ક્રેનથી લોકો સીધી કરવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે કાર સીધી પણ થઇ જાય છે. પરંતુ જયારે અકસ્માત થયો હશે ત્યારે હેન્ડબ્રેક તો લાગી નહિ હોય અને એટલે જ કાર જેવી જ સીધી થાય છે કે તરફ આગળ રહેલા ઢાળ ઉપર એની જાતે જ ગબડી અને બાજુની ખાઈમાં પડી જાય છે.


ત્યાં ઉભેલા લોકો પણ બસ આ નજારો જોઈ રહે છે, કોઈ કઈ કરી શકે તે પહેલા જ કાર ખાઈમાં ખાબકી જાય છે.  સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોનું તો કહેવું છે કે “ભગવાન ના કરે આવી હાલત કોઈની પણ થાય !”

Niraj Patel