રેલવે ફાટક થઇ ગયું બંધ, અંદર ફસાઈ ગઈ સ્વીફ્ટ કાર, આવી ગઈ ટ્રેન અને પછી જે થયું તે રૂંવાડા ઉભા કરી દેનારું હતું, જુઓ વીડિયો

એવી તો શું ઉતાવળ હશે કે આ ભાઈ ફાટક બંધ થયું તો પણ ના રોકાયો ? જુઓ બંને ફાટકની વચ્ચે કાર ફસાઈ ગયા બાદ કેવા હાલ થયા ભાઈના ?” વાયરલ થયો વીડિયો

Car Got Stuck Between Railway Gate : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર કેમેરામાં પણ એવી કેટલીક ઘટનાઓ કેદ થઇ જતી હોય છે, જેની આપણે પણ કલ્પના ના કરી હોય, ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સ્વીફ્ટ કાર રેલવે ફાટકની અંદર ફસાઈ ગઈ છે અને ટ્રેન આવી જાય છે. જેને જોઈને લોકોના હોશ પણ ઉડી ગયા છે, આ વીડિયો ખુબ જ ડરામણો પણ છે.

ફાટકમાં ફસાઈ ગઈ કાર :

હકીકતમાં, ઉતાવળમાં, ડ્રાઈવર તેની કારને બંધ થઈ રહેલા રેલવે ફાટકમાંથી બહાર કાઢવાનું વિચારે છે પરંતુ કાર અધવચ્ચે જ ફસાઈ જાય છે. તે જ ક્ષણે સામેથી એક ટ્રેન આવી રહી છે અને ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. દરેક વ્યક્તિ વિચારવા લાગે છે કે આગળ શું થશે. કારણ કે ફાટક પણ બંધ થઇ ગયું છે અને કારને બહાર નીકળવા માટે કોઈ રસ્તો પણ નથી દેખાઈ રહ્યો.

ટ્રેન થઇ બાજુમાંથી પસાર :

જોકે, ટ્રેન ચાલકની સુઝબુઝનાં કારણે મોટી દુર્ઘટના ટળી જાય છે. ટ્રેન ધીમે ધીમે કારની ખૂબ નજીકથી પસાર થાય છે અને કોઈ નુકસાન થયું નથી. ત્યાં હાજર લોકોને જોઈને તમને એવું લાગશે કે જાણે દરેક જણ પોતાના દિલની ધડકન રોકીને ઉભા છે કે શું થઈ રહ્યું છે. ટ્રેન ત્યાંથી પસાર થઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકોના શ્વાસ અઘ્ધર :

લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે – ટ્રેન અને કાર ડ્રાઈવરને ઓસ્કાર આપો. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે – આટલા લોકોના જીવ જોખમમાં મુકવા બદલ કાર માલિક સામે કાર્યવાહી થવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું છે – આ યુપી છે ભાઈ, કંઈ પણ થઈ શકે છે. અન્ય એક યુવકે લખ્યું છે – થોડું નુકસાન તો થવું જોઈતું હતું.

Niraj Patel