ચાચાએ બટરમાં બનાવી ચા, વીડિયો જોઇ લોકોનું દિલ દુખાયુ, બોલ્યા- મરચું નાખવાનું ભૂલી ગયા શું ?

મસાલા ચાથી નહિ પણ અમૃતસરના એક ટી સ્ટોલ વેંડરે બનાવી અમૂલ બટર ચા, વીડિયો જોઇ લોકોએ આપી અજીબોગરીબ પ્રતિક્રિયા

તમે જોયુ હશે કે ઘણીવાર લોકો પોતાની કુકિંગ સ્કિલ્સને બતાવવા માટે કંઇ ના કંઇ એક્સપરિમેન્ટ કરતા જ રહે છે. આ પ્રયોગ સામાન્ય લોકોથી વધારે રસ્તા કિનારે ખાવા-પીવાનો સામાન વેચવાવાળા લોકો કરે છે. કેટલીકવાર તેમનો આ પ્રયોગ જીભને પસંદ આવે છે, તો કેટલીકવાર જોઇ લોકો હેરાન રહી જાય છે. કંઇક આવું જ એક ફૂડ કોમ્બિનેશન હાલ વાયરલ થઇ રહ્યુ છે.

અમૂલ બટર ચા

તમે લોકોને બટરનો તડકો લગાવતા જોયા હશે, શાક કે દાળમાં…પણ એક ટી સ્ટોલના વેંડરે તો ચામાં જ બટરનો તડકો લગાવી દીધો. ચાના શોખીનોથી આ આઘાત સહન નથી થઇ રહ્યો. ચા એક એવી વસ્તુ છે, જેને પસંદ કરનાર તેને જઝ્બાત માને છે. એવામાં જ્યારે કોઇ ચા સાથે અલગ અલગ એક્સપરિમેન્ટ કરે છે તો લોકો ભડકી ઉઠે છે.

ગુલાબની પાંખડીઓ, ઇલાયચી અને આદુ સાથે ચામાં લગાવ્યો બટરનો તડકો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાકા દૂધમાં ગુલાબની પાંખડીઓ, ઇલાયચી, આદુ નાખે છે અને ચા જ્યારે બને છે ત્યારે લોકો ઉમ્મીદ કરે છે કે તે હવે ચાને છાણી પીરસશે, પણ નજારો તો આગળ કંઇક અલગ જ જોવા મળે છે. કાકા બીજા તપેલામાં અમૂલ બટર નાખી તેમાં બદામ અને કેટલાક મસાલા નાખી ચા બનાવે છે અને પછી ગ્રાહને આપે છે. જો કે, વાત તો ત્યારે વધી જાય છે જ્યારે ફૂડ બ્લોગર ચા પી તેના સારી હોવાનો દાવો કરે છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ chatore_broothers નામના એકાઉન્ટથી ફૂડ બ્લોગરે પોસ્ટ કર્યો છે. વીડિયોને 80 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે, જ્યારે 3 લાખથી વધારે લોકોએ તેને લાઇક કર્યો છે. વીડિયો પર લોકો દિલચસ્પ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- બસ મરચું નાખવાનું ભૂલી ગયા ? એક અન્ય યુઝરે લખ્યુ- ગુલાબની પાંખડી સુધી તો સહન કરી લીધુ હતુ. ત્યારે એક બીજા યુઝરે લખ્યુ- કાકાએ ચિકન કરાહીથી પણ વધારે મસાલા નાખી દીધા.

Shah Jina