ભંડારામાં જમવા માટે ગયા લોકો, પણ ત્યાં નહોતા રસગુલ્લા, પછી કર્યો એવો અનોખો જુગાડ કે લોકો બોલ્યા “વાહ ડીઝીટલ ઇન્ડિયા વાહ..”

લો બોલો… ડીઝીટલ ઇન્ડિયા ક્યાં સુધી પહોંચી ગયું, હવે લોકો ભંડારામાં બેઠા બેઠા પણ ઓનલાઇન મંગાવી રહ્યા છે રસગુલ્લા, વીડિયો થયો વાયરલ

People Order Rasgulla From Zomato : આજે દેશ અને દુનિયામાં મોટાભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા મુશ્કેલ વસ્તુઓને પણ ખુબ જ સરળ બનાવી દેતા હોય છે. ઘરે બેઠા બેઠા પણ કોઈ વસ્તુ મંગાવી શકે છે, ત્યારે આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ભંડારામાં જમવા માટે ગયો છે અને ત્યાંથી તે ઓનલાઇન રસગુલ્લાનો ઓર્ડર કરે છે.

ભંડારામાં રસગુલ્લા :

વાસ્તવમાં એક્સ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ભંડારેનો છે. કેટલાક લોકોની સમસ્યા એ હતી કે ભંડારામાં રસગુલ્લાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ત્યાર બાદ થોડી જ મિનિટોમાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો હતો. લોકોએ ભંડારામાં બેસીને ઝોમેટો પર રસગુલ્લાનો ઓર્ડર આપ્યો અને ડિલિવરી બોયએ સમયસર રસગુલ્લા સીધા ભંડારામાં પહોંચાડ્યા. વીડિયોમાં તમે જોશો કે લોકો ખુલ્લી જગ્યામાં ખાવા માટે બેઠા છે અને Zomato ડિલિવરી પાર્ટનર તેમને રસગુલ્લાનું બોક્સ આપી રહ્યો છે.

ઓનલાઇન કર્યો ઓર્ડર :

હવે જરા વિચારો કે આ પછી ભંડારામાં લોકોને ખાવાની કેટલી મજા આવી હશે. ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યો છે. લોકો આ અંગે જોરદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોને રસગુલ્લા ઓર્ડર કરવાનો વિચાર પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ @RVCJ_FB પર શેર કરવામાં આવ્યું છે.  યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

લોકો રહી ગયા હેરાન :

એક યુઝરે લખ્યું છે- જીવન આવું હોવું જોઈએ. એક વ્યક્તિએ લખ્યું છે – તે વ્યક્તિ જબરી ગેમ રમ્યો. અન્ય યુઝરે લખ્યું છે- Zomato ની જાહેરાત ખરેખર આવી હોવી જોઈએ. જો કે, ઘણા લોકોને રસગુલ્લા મંગાવવાનો વિચાર ગમતો નથી. અન્ય એક યુઝરે લખ્યું છે – ડિજિટલ ઈન્ડિયાનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ લખ્યું છે – આ અપમાનજનક છે દોસ્ત, ભાઈ, તમને ન ગમતું હોય તો ભંડારામાં ના ખાઓ પણ તમે બીજાની મજાક કેમ ઉડાવો છો.

Niraj Patel