ઇસ્કોન બ્રિજ પર ઘટેલી ઘટના જોઈને પણ નથી સુધરી રહ્યા નબીરા, ઓવર સ્પીડના કારણે વડોદરામાં થયો ગમખ્વાર અકસ્માત, ફૂલ સ્પીડમાં દીવાલ પણ તોડી નાખી… જુઓ
Car accident in Vadodara : ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, રોજ કોઈને કોઈ અકસ્માતની ખબર સામે આવતી હોય છે અને કેટલાક લોકોના મોતની ખબર પણ સામે આવે છે. મોટાભાગના અકસ્માત રાત્રીના સમયે અને ઓવર સ્પીડના કારણે થતા હોવાનું જ સામે આવે છે. ત્યારે ગત અઠવાડીએ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતથી આખું ગુજરાત કંપી ઉઠ્યું હતું, જેમાં એક પૈસાદાર બાપના નબીરાએ ફૂલ સ્પીડમાં જેગુઆર કારથી 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા.
વડોદરામાં પણ ઇસ્કોન બ્રિજ વાળી તથા બચી :
ત્યારે આ ઘટના બાદ હવે પોલીસ પણ સજાગ બની છે અને ઓવર સ્પીડ કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, ત્યારે જ આ દરમિયાન ગત રાત્રે વડોદરફમાં ઇસ્કોન બ્રીજવાળી થતા બચી ગઈ. કારણ કે એક ઓવર સ્પીડ કાર સીધી જ દીવાલમાં ઘુસી ગઈ અને દીવાલ ધરાશાયી થઇ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે, જયારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયું છે, સારું હતું કે ઘટના સમયે રોડ પર અવર જ્વર નહોતી, નહિ તો ઇસ્કોન બ્રિજ જેવી ઘટના બની જતી.
ફૂલ સ્પીડમાં આવેલી કાર દીવાલ સાથે ભટકાઈ :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટી હતી, જેમાં વડોદરાના હરણી એરપોર્ટ સામે આવેલ ગોકુલ વાટિકાna F7માં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને F9માં રહેતો ગુંજન જીગ્નેશ સ્વામી પોતાની કાર લઈને વાયુવેગે પંડ્યા બ્રિજ તરફથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. કારને ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો. ફૂલ સ્પીડમાં પંડ્યા બ્રિજ પરથી કાર ઉતર્યા બાદ તે 50 મીટર દૂર આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી કમ્પાઉન્ડની દીવાલ સાથે ધડાકા ભેર અથડાઈ હતી.
કાર ચાલકનું મોત :
કાર એટલી સ્પીડમાં હતી કે કચેરીની દીવાલ પણ ધરાશાયી થઇ ગઈ અને કારનો આગળનો ભાગ પણ કચ્ચરઘાણ વળી ગયો. સારું હતું કે તે સમયે રોડ પર કોઈની અવર જવર નહોતી નહિ તો અમદાવાદ જેવી દુર્ઘટના સર્જાઈ શકતી. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બંને યુવાનોને બહાર કાઢીને ખહનગી હોસ્પિટલમાં લઇ ગયા. જેમાં કાર ચાલાક ગુંજનનું મોત નીપજ્યું જયારે અર્જુન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો ડખ્ખાલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.