આ ઊંટે મોઢામાંથી કાઢી એવું વસ્તુ કે જોઈને લોકો પણ રહી ગયા હેરાન, પૂછવા લાગ્યા લોકો કે આ આખરે છે શું ?

ઊંટના મોઢામાંથી નીકળેલી આ વસ્તુ શું છે તમે જાણો છો ? જુઓ વીડિયો તમે પણ હેરાન રહી જશો !

રણની સવારી ઊંટને વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ. તેના વિશેની આપણને એક વાત પણ ખબર હશે કે ઊંટ ઘણા દિવસો સુધી પાણી વગર પણ રહી શકે છે. પરંતુ એક વાત કોઈને નહિ ખબર હોય અને તે છે ઊંટની જીભ વિશે. આપણે બધા જ એમ વિચારીશું કે ઊંટની જીભ પણ સામાન્ય ગાય ભેંસ જેવા પ્રાણીઓ જેવી જ હશે, પરંતુ તમે ખોટું વિચારી રહ્યા છો.

ઊંટની જીભ એવી હોય છે જેને જોઈને તમે પણ આંખો મચેડતા રહી જશો અને જોઈને એકવાર તો તમે પણ હેરાન રહી જશો. ઊંટની જીભનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેનો આ વીડિયોને જોઈને પહેલા લોકો લોકો એમ વિચારી રહ્યા છે કે આ છે શું ? પછી માલુમ પડે છે કે આ તો ઊંટની જીભ છે.

આ વીડિયોની અંદર ઊંટને જીભ હલાવતા જોઈ શકાય છે. તેની જીભ ખુબ જ લાંબી છે અને થરથરવા પણ લાગતી જોવા મળે છે. એકવાર જોઈને પણ ખુબ જ વિચિત્ર લાગી રહ્યું છે. ઘણા લોકો એમ વિચારવામાં લાગી ગયા છે કે આખરે ઊંટ આવું શા કારણે કરી રહ્યો છે, તો ઘણા લોકો કોમેન્ટમાં તેનો જવાબ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને એ પણ જણાવી રહ્યા છે કે આ ઊંટ આવું એટલા માટે કરી રહ્યું છે કે તે માદા ઊંટડીને રિઝાવી શકે. આનું સાચું કારણ તો નથી જાણી શકાયું પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

Niraj Patel