“પપ્પા… હું હવે બિઝનેસમેન બનીને જ પાછો આવીશ, મને શોધવાની કોશિશ ના કરતા !” કેવડિયામાં વેપારીના દીકરાએ ઘર છોડ્યું, પપ્પાને કર્યો મેસેજ… જાણો સમગ્ર મામલો

મારે ઘરે રેહવાનો હક નથી. તમે ચિંતા ન કરતા હું જે પણ કરીશ સારું કરીશ ખોટા રસ્તે નહીં જાઉં. તમે ….” કેવડિયામાં વેપારીના દીકરાએ ઘર છોડ્યું,

આજે ઘણા બાળકો ભણવામાં નાપાસ થવાના કારણે ઘર છોડીને ચાલ્યા જતા હોય છે, ઘણા બાળકો તો એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે કે આપઘાત જેવા પગલાં પણ ભરતા હોય છે. ત્યારે પરિવાર માથે પણ આવી ઘટનાઓને લઈને ચિંતાનો માહોલ છવાઈ જતો હોય છે, ત્યારે હાલ એક એવો જ મામલો કેવડિયાથી સામે આવ્યો છે, જ્યાં દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોનીના મેઈન બજારમાં એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા વેપારીનો 21 વર્ષનો દીકરો રોનક પટેલ ધોરણ 12માં નાપાસ થવાના કારણે ભરૂચમાં આવેલી પોલિટેક્નિક કોલજેમાં હાલ અભ્યાસ કરતો હતો. ગત 20 જાન્યુઆરીના રોજ તે પોતાના પિતાને સવારે 7 વાગે ભરૂચ પોતાનું રિઝલ્ટ લેવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો.

જેના બાદ બપોરે 1:21 કલાકે તેના પિતા અરુણભાઈના મોબાઈલ પર દીકરા રોનકનો એક મેસેજ આવ્યો જેમાં તેને લખ્યું હતું, ““સોરી પપ્પા હું મારા પગ પર ઊભો થવા માગુ છું એટલે હું જાઉં છું, મેં બહુ મોટી ભૂલ કરી છે. મારે ઘરે રેહવાનો હક નથી. તમે ચિંતા ન કરતા હું જે પણ કરીશ સારું કરીશ ખોટા રસ્તે નહીં જાઉં. તમે પોતાનું, મમ્મીનું, બાનું અને ઓમનું ધ્યાન રાખજો.”

image credit: (gujarattak.in)

તેને આગળ લખ્યું કે, “હું કામિયાબ થઈને જ પાછો આવીશ, અને મેં 6000 રૂપિયા લીધા છે એના માટે મને માફ કરશો. હું સારું કામ કરીશ ખોટા રસ્તે બિલકુલ નહીં જાઉં, મિસ યુ સો મચ મને શોધવાનો પ્રયત્ન કરતા નહીં પ્લીઝ મને મારા પગ પર ઊભો થવા દેજો મને માફ કરી દેજો. હું 3-4 વર્ષ પછી બિઝનેસમેન બનીને જરૂર પાછો આવીશ.” ત્યારે દીકરાના આ મેસેજ બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા, તેને પોતાની ફોન પણ બંધ કરી દીધો, જેના બાદ રોનકની માતા શિલ્પાબેને પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  (સૌજન્ય: ગુજરાત તક)

Niraj Patel