SBI બેંકમાં ઘુસ્યો આખલો – મચી ગઇ અફરા તફરી, લોકો બોલ્યા- પૈસા નીકાળવા આવ્યો હશે, જુઓ વીડિયો

‘પૈસા નીકાળવા આવ્યો હશે…’ ઉન્નાવમાં SBI બેંકની બ્રાંચમાં ઘુસી ગયો બળદ, વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો

બળદનો બેંકમાં ઘુસવાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.આ ઘટના ઉત્તરપ્રદેશના ઉન્નાવની કહેવામાં આવી રહી છે. જ્યાં શાહગંજ SBI બ્રાંચમાં ધોળા દિવસે બળદ ઘુસી ગયો. બળદને જોઇ લોકો પોતાને બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા. કેટલાક ટ્વિટર યુઝર્સે તો દાવો પણ કર્યો કો બળદ બપોરે 12 વાગ્યા આસપાસ બેંકમાં ઘુસ્યો હતો. તે સમયે બેંકમાં ઘણા લોકો હતા.

SBI બેંકની બ્રાંચમાં ઘુસી ગયો બળદ

સિક્યોરિટી ગાર્ડ સહિત અન્ય લોકો ઘણી મહેનત બાદ બળદને બેંકમાંથી બહાર નીકાળવામાં કામયાબ રહ્યા. ઉન્નાવના શાહગંજ SBI બ્રાંચનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક તો વીડિયો જોઇ મજા લઇ રહ્યા છે.

લોકોએ કરી આવી કમેન્ટ્સ

વાયરલ વીડિયો જોઇ એકે પૂછ્યુ- SBI વાળા લંચ પર નથી ગયા, તો અન્ય એકે લખ્યુ- બિચારો મોંઘવારીથી પરેશાન થઇ પોતાની FD તોડાવડાવા આવ્યો હશે. જ્યારે અન્ય એકે લખ્યુ-પૈસા નીકાળવા આવ્યો હશે તો બીજાએ લખ્યુ- આને કોઇએ કીધુ હશે 15 લાખ આવી ગયા ખાતુ ચેક કરવા આવ્યો હશે..

Previous Article

લાપરવાહ વ્યક્તિએ બાળકને થમાવી દીધું થાર કારનું સ્ટીયરિંગ, પછી થયુ એવું કે...વીડિયો જોઇ ભડક્યા લોકો

Next Article

શું તમે પણ તમારા ઘરમાં ગયેલી ઉધઈથી હેરાન થઇ રહ્યા છો ? શું ફર્નિચર ઉધઈ ખાઈ રહી છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાય

error: Protected Content!