ગાંધીનગર આવેલા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લોકોને કરાવી દીધી મોજ, ભીડમાંથી એક વ્યક્તિએ કહ્યું, “મુકેશ કાકા” અને પછી… જુઓ

ગાંધીનગરમાં આવેલા મુકેશ અંબાણીને જોઈને કોઈએ બૂમ પાડી “મુકાકાકા” પછી મુકેશ અંબાણીએ આપ્યું એવું રિએક્શન કે છવાઈ ગયા, જુઓ વીડિયો

Mukesh Ambani Gandhinagar Vibrant Summit : ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે, જેને લઈને આખા ગાંધીનગરને દુલ્હનની જેમ પણ સજાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા આ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશના રાજનેતાઓ સાથે સાથે ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ જોડાયા અને ગુજરાતમાં કરોડોના રોકાણની જાહેરાત પણ કરી. ત્યારે આ સમિટમાં મુકેશ અંબાણી અને અદાણી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ આવી પહોંચ્યા હતા.

મુકેશકાકાની પાડી બૂમ :

ત્યારે આ દરમિયાન મુકેશ અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી આવી રહ્યા છે, ત્યારે લોકોના ટોળા તેમને જોવા માટે ઉમટી પડે છે. આસપાસ ઘણા બધા બોડીગાર્ડ પણ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન જ ટોળામાં રહેલ એક વ્યક્તિ “મુકેશકાકા”ના નામની બૂમ પાડે છે. જે મુકેશ અંબાણી પણ સ્પષ્ટ સાંભળી જાય છે અને તરત જ મુકેશ અંબાણીના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે.

મુકેશ અંબાણી પણ હરખાઈ ગયા :

એટલું જ નહિ મુકેશ અંબાણી જતા જતા પણ ટોળા સામે હસતા હસતા જુએ છે અને પોતાનો હાથ હલાવીને અભિવાદન પણ કરે છે. ત્યારે મુકેશ અંબાણીની આ સાદગી જોઈને ગુજરાતીઓ પણ ખુબ જ ખુશ ખુશાલ બની ગયા. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધી લાખો લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ વીડિયોને લઈને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગુજરાતમાં કરશે કરોડોનું રોકાણ :

તમને જણાવી દઈએ કે વાઇબ્રન્ટ સમિટમાં આવેલા મુકેશ અંબાણીએ ગુજરાતમાં મોટું રોકાણ કરવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ તેમને એમ પણ જણાવ્યું કે, “બાળપણમાં મારા પિતા ધીરુભાઈ અંબાણી મને જે કહેતા હતા તે હું ક્યારેય ભૂલીશ નહીં. તેઓ કહેતા હતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે અને ગુજરાત હંમેશા તમારું કાર્યસ્થળ રહે.” તેમણે કહ્યું કે આજે હું ફરી એકવાર કહેવા માંગુ છું કે “રિલાયન્સ એક ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.”

Niraj Patel