કારની બારીના કાચમાં અટકી ગઇ બાળકની ગરદન, એક વ્યક્તિએ બચાવવા માટે જે કર્યુ તે દિલ જીતી લેશે- જુઓ વીડિયો

બાળકો પર નજર રાખવી કેટલી જરૂરી છે તેનું તાજેતરનું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં જોવા મળી રહ્યુ છે, જેમાં એક બાળકની ગરદન કારની બારીના કાચમાં ફસાઈ ગઇ અને આ જોઇને સાથે બેઠેલી મહિલા ડરી ગઈ, જો કે, અચાનક એક વ્યક્તિ દેવદૂતના રૂપમાં આવ્યો અને તેણે પોતાના હાથથી બારીના કાચને તોડી બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો.

કારની બારીના કાચમાં અટકી ગઇ બાળકની ગરદન

આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે- બાળક બંધ થતી બારીના કાચમાં ફસાઈ ગયું. આ ક્લિપ એક સીસીટીવી ફૂટેજની છે, જેમાં પાર્કિંગ એરિયામાં એક કાર ઊભી રાખવામાં આવી છે. બાળકની ગરદન કારની બારીના કાચમાં ફસાઈ ગઈ છે અને તેની બાજુમાં બેઠેલી મહિલા કાચ નીચે કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે તેમાં સફળ ન થઇ.

એક વ્યક્તિએ હાથથી કાચ તોડી બાળકને બચાવ્યો

ત્યારે અચાનક એક વ્યક્તિ દોડતો કાર પાસે આવે છે અને હાથ વડે કારની બારીનો કાચ તોડી બાળકની ગરદન બહાર કાઢે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાચ તોડતી વખતે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાર લાખથી વધુ વખત તેને જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ વીડિયો દરેક માતા-પિતા માટે એક બોધપાઠ છે, સહેજ પણ બેદરકારી બાળકના જીવને જોખમમાં મૂકી શકે છે.

Shah Jina