સુંદર દેખાવવાના ચક્કરમાં આ છોકરીએ કરી નાખી હોઠની એવી હાલત કે જોઈને તમે પણ રહી જશો હેરાન, લાખો રૂપિયા ખર્ચી ચુકી છે

દુનિયાની અંદર ઘણા લોકો એવા હોય છે કે જેને બીજા કરતા કંઈક અલગ દેખાવવું હોય છે, ઘણા લોકો સુંદર દેખાવવા માટે વિવિધ સર્જરી પણ કરાવતા હોય છે, પરંતુ ઘણીવાર તેમનું આ સર્જરી કરાવવું મુશેક્લીનું કારણ પણ બનતું હોય છે, ઘણા લોકોના ચહેરા આવી સર્જરી કરવાના ચક્કરમાં ખરાબ થયા હોવાની પણ ખબરો આવી છે.

ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ એવ જ એક છોકરીને જે વિશ્વના સૌથી મોટા હોઠ હોવાનો દાવો કરી રહી છે. જે છે 24 વર્ષની એન્ડ્રીયા ઈવાનોવા. તે હવે પોતાનું સપનું પૂરું કરવા જઈ રહી છે. તે Bratz ડોલના જેવી દેખાવા માંગે છે. આ એક અમેરિકન પ્રોડક્ટ છે. તે પોતાના હોઠની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. એન્ડ્રીયા તેવા જ પ્રકારના હોઠ માંગે છે. એટલા માટે તે 27મી વખત હોઠમાં ફિલર ઈન્જેક્શન લગાવવાની તૈયારી કરી રહી છે.

એન્ડ્રીયા બલ્ગેરિયાની છે, તે પહેલાથી જ વિશ્વના સૌથી મોટા હોઠ હોવાનો દાવો કરે છે, પરંતુ આ ક્રિસમસમાં તે તેના હોઠને વધુ જાડા કરવા માંગે છે. અત્યાર સુધી તેણે પોતાના હોઠ પર લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તેની ઠોડી અને જડબાનો આકાર બદલવાની સારવાર પણ ચાલી રહી છે. તેમાં પણ લાખો રૂપિયા ખર્ચવા માંગે છે. એટલે કે હોઠ સિવાય તે પોતાનો ચહેરો પણ બ્રેટ્ઝ ડોલ જેવો બનાવવા માંગે છે. આ માટે તે તેના ચિકબૉન્સની પણ સર્જરી કરાવશે.

એન્ડ્રીયાના મોટા હોઠોએ માત્ર તેનો આત્મવિશ્વાસ જ વધાર્યો નથી, પરંતુ હજારો ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓનું ધ્યાન પણ ખેંચ્યું છે. તેની દરેક પોસ્ટ પર 8 થી 10 હજાર લોકો જોડાયેલા છે. એન્ડ્રીયાએ કહ્યું “દુનિયાભરમાંથી ઘણા પુરુષો મારા સોશિયલ મીડિયા નેટવર્ક પર આવે છે અને મને મળવાનો પ્રસ્તાવ મૂકે છે. આટલું જ નહીં, તેઓ મને પૈસા આપવા અને ફરવા માટે પણ પ્રસ્તાવ મૂકે છે.”

આટલા ઈન્જેક્શન લીધા પછી પણ તેને તેના વધતા હોઠ ફાટવાની ચિંતા નથી. ઉલટાનું તે કહે છે કે મને તે ખૂબ ગમે છે. મારા મોટા હોઠથી મને ઘણું સારું લાગે છે. એન્ડ્રીયા ભલે ડરતી ન હોય, પરંતુ તેના હોઠના કદમાં વધારો થવાને કારણે તેનો પરિવાર ડરી ગયો છે.

એન્ડ્રીયાએ સૌપ્રથમ 2018માં હાયલ્યુરોનિક એસિડ ફિલરનો ઉપયોગ કર્યો હતો. તેણે ડેઈલી સ્ટારને કહ્યું, “મને મોટા હોઠ ગમે છે. હું જોવા માંગુ છું કે મારા ચહેરા પર કેટલા મોટા હોઠ દેખાશે. મારા હોઠને વધારવા માટે મેં હાયલ્યુરોનિક એસિડના 25 ઇન્જેક્શન લીધા છે. મને ખ્યાલ નથી કે મેં આ માટે કેટલો ખર્ચ કર્યો.”

Niraj Patel