ૐ શાંતિ: મીઠાખળી ગામમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી, 4 વ્યક્તિ દટાયા, 3નું રેસ્કયૂ, એકનું મોત જુઓ Video
Building Collapsed in Mithakhal : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે ઘણી દુર્ઘટનાઓના પણ સમાચાર આવી રહ્યા છે. ક્યાંક રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, તો ક્યાંક પૂર જેવી સ્થિતિ બની ગઈ છે,તો ક્યાંક વીજળી પડવાના કારણે કોઈના મોત થઇ રહ્યા છે, તો ક્યાંક મકાન ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ અમદાવાદમાંથી પણ એક મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે.
મીઠાખળીમાં 3 માળનું મકાન ધરાશયી:
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક ત્રણ માળનું મકાન ધારાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જેમાં એક 2 વર્ષની બાળકી સહીત પરિવારના 4 લોકો દટાઈ ગયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. મકાન ધરાશયી થવાની ઘટના સામે આવતા જ ફાયર બ્રિગેટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ :
રેસ્ક્યુ ટીમ દ્વારા 30 જ મિનિટમાં પરિવારના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેના બાદ તમામ લોકોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતા જ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર જે મકાન ધરાશયી થયું છે તે વર્ષો જૂનું હતું.
1 વ્યક્તિનું મોત:
આ દુર્ઘટનામાં મોતને ભેટનાર વ્યક્તિની ઓળખ 60 વર્ષીય વિનોદભાઈ ભીખાભાઇ દાતણીયા તરીકે થઇ હતી, જયારે ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોની ઓળખ ગૌરવભાઇ મુકેશભાઈ દાતણીયા, કિશનભાઇ મુકેશભાઈ દાતણીયા અને તનિષા કિશનભાઇ દાતણીયા તરીકે થઇ છે. તનિષાની ઉંમર ફક્ત 2 વર્ષની જ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.