બજેટ- 2023: મહિલાઓ અને યુવાનો માટે કરી ખાસ જાહેરાત… ખેડૂતોને પણ થશે ફાયદો, જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તું ?
આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એક ચમકતો તારો છે. તેમણે માહિતી આપી હતી કે ગરીબ અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે PAN હવે રાષ્ટ્રીય ઓળખ કાર્ડ તરીકે ઓળખાશે. બજેટમાં ઈલેક્ટ્રિક વાહનો, ઓટો મોબાઈલ, રમકડાં અને દેશી મોબાઈલ સસ્તા થવાની જાહેરાત કરવામાં આવી હતી.
જ્યારે, ચિમનીપીસ, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા લેન્સ, સિગારેટ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વધુ મોંઘા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. રાહત આપતા નાણામંત્રીએ જાહેરાત કરી કે હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તમને જણાવી દઈએ કે પહેલા આ લિમિટ પાંચ લાખ રૂપિયા હતી.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.O શરૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ્ય બનાવવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે આગામી 3 વર્ષમાં 38,000 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી કરવામાં આવશે.
તો આ સાથે મહિલાઓ માટે આ બજેટમાં ખાસ એ જણાવ્યું કે મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. આમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે. આ ઉપરાંત કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં PPP મોડેલ અપનાવાશે.