રાજકોટના BRTS રૂટમાં રેલિંગ કૂદી ઘુસેલા યુવકને બસે મારી એવી જબરદસ્ત ટક્કર કે ઘટના સ્થળે જ થયું મોત, જુઓ વીડિયો

BRTSની અડફેટે યુવકનું મોત:રાજકોટ BRTS ટ્રેકમાં પ્રવેશબંધી છતાં રેલિંગ કૂદી ઘૂસ્યો,  યુવકનું મોત, હિમ્મત હોય તો જ જોજો વિડીયો અંદર

BRTS Hit a Young Man Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, આવા અકસ્માતની અંદર કેટલાય લોકો મોતને ભેટતા હોય છે, ઘણીવાર આપણી બેદરકારીના કારણે પણ જીવ ચાલ્યો જતો હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવકને BRTS રૂટમાં ઘુસવું મોંઘુ પડી ગયું અને પુરપાટ ઝડપે બીઆરટીએસ રૂટમાં આવી રહેલી બસ તેનો જીવ લઈને ચાલી ગઈ.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલા મહાપુજા ધામ ચોક નજીક BRTS બસની હડફેટમાં આવેલા એક યુવકનું ગમ્ભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 108 કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી હતો અને પોલીસે મૃતકને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં પણ કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક BRTSની રેલિંગ કૂદીને BRTS ટ્રેકમાં ઘુસ્યો હતો, તે સમયે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસની બસે તેને ટક્કરમારી હતી અને યુવક ટ્રેકમાં જ પટકાયો હતો. ઘટનાને લઈને આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.

ઘટનાને લઈને 150 ફૂટ રિંગરોડ પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. જો કે પોલીસ અને ટીઆરબીના જવાનો દ્વારા મહામહેનતે ટ્રાફિક દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. BRTS રૂટમાં પ્રવેશબંધી જોવા છતાં પણ યુવક રેલિંગ કૂદીને અંદર ઘુસ્યો અને તેને મોત મળ્યું. મોતને ભેટલે યુવક પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel