1947ના ભાગલા બાદ છૂટા પડ્યા બે ભાઈઓ, 74 વર્ષ બાદ મળતા સર્જાયા કરૂણ દ્રશ્યો

આઝાદી બાદ એક ભાઈ પાકિસ્તાનમાં તો એક ભારતમાં, 74 વર્ષ બાદ મળતા વહીં આંસુની નદીઓ

1947 જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયુ ત્યારે કેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા એતો આપણે ઈતિહાસના પુ્સ્તકોમાં વાંચ્યુ જ છે. ઘણા લોકોની જમીન ભારતમાં હતા તો મકાન પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. હજારો પરિવારો જે એક સાથે રહેતા હતા તે વિખુટા પડી ગયા હતા.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે મોહમ્મદ સિદ્દીકી એક નાનો બાળક હતો. તેમનો પરિવાર વિભાજનમાં વિખેરાઈ ગયો હતો. જ્યારે વિભાજન થયું ત્યારે તેના ભાઈ હબીબ ઉર્ફ શેલા ભારતમાં રહેવા લાગ્યા. પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા હોય તો ગમે તે શક્ય બને છે. આ બન્ને ભાઈઓનું મિલન 74 વર્ષ બાદ થયું છે અને એ પણ ભગવાનના ધામમાં. પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારા સાહિબ જેને કરતાર પુર કોરિડોર કહેવામાં આવે છે તે ભારત પાકિસ્તાનને જોડે છે ત્યાં આ બન્ને ભાઈઓની મુલાકત થઈ.

આ બન્ને ભાઈઓની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીર જોઈને દરેક લોકો ભાવુક થઈ ગયા અને કોમેન્ટ કરવા લાગ્યા. એક રિપોર્ટ પ્રમાણે મોહમ્મદ સિદ્દીકી પાકિસ્તાનના ફેસલાબાદમાં રહે છે જ્યારે તેમના ભાઈ ભારતના પંજાબમાં રહે છે. જ્યારે કરતાર પુરમાં બન્ને ભાઈ મળ્યા ત્યારે બન્નેની આંખમાં આંસુ છલાકાયા અને એક બીજાને ભેટી પડ્યાં. આ ઈમોશનલ પળનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આટલા વર્ષો બાદ એક બીજાને મળીને બન્ને ભાઈઓ પોતાની લાગણી રોકી શક્યા નહીં અને ચોંધાર આંસુએ રડવા લાગ્યા.

આ અંગે બન્ને ભાઈઓએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કરતારપુર કોરિડોર ખુલવાથી અમે બન્ને ભાઈઓ આ રીતે મળી શક્યા. તેથી ભારત અને પાકિસ્તાન બન્ને સરકારનો અમે ધન્યવાદ કરીએ છીએ.  કોરિડોરના માધ્યમથી ભારતના લોકો વગર વિઝાએ પાકિસ્તાન જઈ શકે છે. આ કોરિડોરની શરૂઆત નવેમ્બર 2019માં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં હજારો શીખ ભાઈઓ દર્શન કરી ચૂક્યા છે.

YC