પેરિસ 2024 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ આ દિવસોમાં ચાલી રહી છે, તે ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે. આ સમયગાળા દરમિયાન રમાયેલી દરેક રમત અને તેની જીત-હાર ઇતિહાસમાં નોંધવામાં આવશે. હાલમાં દરરોજ વિવિધ દેશોના ખેલાડીઓની જીતના સમાચાર આવે છે. ઓલિમ્પિક મેડલ જીતવું એ કોઈ પણ એથલીટ માટે જીવનભરની તક છે અને તેઓ આ ક્ષણને તેમના બાકીના જીવન માટે જાળવી રાખે છે.

પરંતુ જો ઓલિમ્પિક પુરી થાય એ પહેલા જ મેડલ તેની ચમક ગુમાવી દે તો ? હાલમાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર અમેરિકન એથલીટ Nyjah Huston એ એવો જ આરોપ લગાવ્યો છે કે તેને મળેલ મેડલ બેરંગ અને ખરાબ થવા લાગ્યો છે. પેરિસ 2024માં યુએસએ સ્કેટબોર્ડ ટીમના સભ્ય Nyjah Huston એ ઓલિમ્પિક મેડલોની ગણવત્તા પર ચિંતા વ્યક્ત કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

29 વર્ષિય આ ખેલાડીએ 30 જુલાઇના રોજ પુરુષોની સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ત્રીજા સ્થાન પર રહી બ્રોન્ઝ જીત્યો હતો. જાપાનના યુટો હોરીગોમે ગોલ્ડ મેડલ અને અમેરિકાના જેગર ઈટને સિલ્વર મેડલ જીત્યો હતો.
Nyjah Huston shared the shocking condition of his bronze medal days after the Olympics.
A lot of lux brands from France, and they can’t even make the medals presentable to keep. pic.twitter.com/mLry2rLs6I
— 84K白髮blackhair (@84KWhiteHair) August 9, 2024