ઓસ્ટ્રેલિયાના રસ્તા ઉપર આ ભુરીયો ચલાવી રહ્યો છે ભારતની કાળી-પીળી ટેક્સી, ગાડીથી લઈને અંદર પણ બધું છે દેશી

આપણા  દેશના ઘણા લોકો વિદેશની અંદર સ્થાયી થઇ ગયા છે. અને વિદેશની ધરતી ઉપર રહીને પણ ભારતનું નામ રોશન કરતા હોય છે, ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરીશું જે વિદેશની ધરતી ઉપર લક્ઝુરિયસ કારની જગ્યાએ ભારતના રસ્તા ઉપર જોવા મળતી કાળા-પીળા રંગની ટેક્સી ચલાવે છે.

ઓસ્ટ્રેલિયાનો એક અંગ્રેજ એવો છે જે ભારતની આ આઇકોનિક ટેક્સીને સિડનીના રસ્તા પર દોડાવી રહ્યો છે. આને ગજબની વાત તો એ છે કે આ વ્યક્તિ ભારતથી કારના પાર્ટ્સ ઓસ્ટ્રેલિયા મંગાવીને લગભગ 3 વર્ષમાં આ “બૉલીવુડની કાર” તૈયાર કરી છે.

જો તમે પણ ક્યારેય ઓસ્ટ્રેલિયા જાવ અને સિડનીના રસ્તા ઉપર દેશી કાળી પીળી રંગની ટેક્સી દેખાય તો સમજી જજો કે આ ટેક્સી રૉબિનસનની છે. આ ગાડી ભારતીયોને ખુબ જ પસંદ આવે છે. ત્યારે જ ઘણા લોકો જીવનના ખાસ અવસર ઉપર તેને બુક કરાવીને તેની સવારીની મજા પણ માણતા હોય છે. આ કારનું ખાલી ઇન્ટિયર જ નહિ, પરંતુ કારની અંદર મ્યુઝિક પણ દેશી જ વાગે છે.

રોબિસને મીડિયાને જણાવ્યું હતું કે, “આ ત્યારે શરૂ થયું જયારે મેં ટોપ ગિયરનો એક એપિસોડ જોયો હતો અને તેમાં દુનિયાભરની ટેક્સીઓ વચ્ચે એક રેસ હતી. આ રેસમાં એક ન્યુયોર્ક કેબ, દક્ષિણ આફ્રિકી કેબ, મેક્સિકન બીટલ અને રુસની ગાડીઓ હતી. પરંતુ તેમની પાસે ભારતની આ કેબ પણ હતી. જે એક હિન્દુસ્તાન એમ્બેસેડર છે અને આ બહુ જ રંગીન હતી અને મારી નજરમાં આવી ગઈ.”

જયારે કાળી પીળી ગાડી ટીવી શો ઉપર દોડતી તો રૉબિસને તેને પોતાના કલેક્શનમાં એક એમ્બેસેડર જોડવાનો નિર્ણય કર્યો. તેને આ કાળી પીળીનું ટેક્સીનું નામ “બૉલીવુડ” રાખી લીધું. તેને કહ્યું કે, “મારા કલેક્શનમાં એક ભારતીય ટેક્સીને સામેલ કરવાનો વિચાર સારો હોઈ શકે છે અને સિડનીમાં ભારતીય લોકો અને ભારતીય સંસ્કૃતિથી પ્રેમ કરવા વાળા લોકો માટે ભાડાની ગાડી અને લગ્નની ગાડીના રૂપમાં તેની જાહેરાત કરી.”

Niraj Patel