UK ની મહારાણી કેળું છરી અને કાંટા ચમચીથી ખાતી હતી, 95 વર્ષે પણ પીતી વાઇન

222 વર્ષ જૂના વાસણોમાં રંધાયેલુ ખાવાનું ખાતી હતી ક્વીન એલિઝાબેથ, 95 વર્ષની ઉંમરે પણ દારૂ પીતી… જાણો અંદરની વાતો

બ્રિટનની મહારાણી એલિઝાબેથ IIની ખાણીપીણીથી લઈને પહેરવેશ સુધી ખૂબ જ ખાસ શૈલી હતી, તે કેળુ પણ છરી અને કાંટા વડે ખાતી હતી. શાહી પરિવારના લોકો કેવી રીતે અને શું ખાય છે તેના પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. એલિઝાબેથના રોજના ભોજનની રોયલ્ટી ખૂબ જ ખાસ હતી. 15 વર્ષ સુધી રાણી એલિઝાબેથના અંગત રસોઇયા રહેલા ડેરેન મેગ્રેડીએ 2007માં એક પુસ્તક લખ્યું હતું, ‘ઇટિંગ રોયલીઃ રેસિપીસ એન્ડ રિમેમ્બરન્સ’. આમાં તેણે રાણીના ભોજન વિશે ખુલીને વાત કરી હતી.

95 વર્ષે પણ મહારાણીનો આહાર અને શિસ્તબદ્ધ જીવન તેના સ્વસ્થ અને સક્રિય રહેવા પાછળ કારણ હતું. તેમણે ખાવા-પીવા માટે કડક નિયમો બનાવ્યા હતા. છેલ્લા 60 વર્ષથી તેમના આહારમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તે હેલ્ધી ડાયટ લેતા હતા. તેણીએ જીવવા માટે જેટલું જરૂરી હતું એટલું જ ખાધું. 70 વર્ષ 214 દિવસ સુધી બ્રિટનની રાણી રહી ચૂકેલી એલિઝાબેથની આયુષ્ય, સુંદરતા અને તેમના સ્વાસ્થ્યનું રહસ્ય પણ ખાવાની આદતોમાં છુપાયેલું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વીન એલિઝાબેથની દારૂની પસંદ અને નાપસંદ અંગે ઘણા અહેવાલો આવ્યા છે. તેની પીવાની ટેવ પણ સમાચારોમાં રહી હતી. એવું પણ કહેવાય છે કે તે 91 વર્ષની ઉંમરે 4 ગ્લાસ કોકટેલ પીતી. પરંતુ, તેમના અંગત રસોઇયા તરીકે કામ કરતા ડેરેન મેગ્રેડીએ તેને ખોટું ગણાવ્યું. હા, તેને વાઈન ખૂબ જ પસંદ હતી અને તે 95 વર્ષની ઉંમર સુધી તે પીતી રહી અને ત્યાં સુધી કે ડોક્ટરોએ તેને વાઈન પીવાની મનાઈ ન કરી.

મહારાણીને ચા ઘણી પસંદ હતી. તેમની ચા ખૂબ જ ખાસ પણ હોતી. તેમને આસામની સિલ્વર ટિપ્સ ચા ઘણી પસંદ હતી. આ ઉપરાંત ક્વીનને ચોકલેટ ઓલિવર્સ બિસ્કિટ પણ પસંદ હતા. મહારાણીનું ખાવાનું બનાવવા માટે શાહી રસોડામાં 20 શેફ તૈનાત હતા. મેન્યુની લિસ્ટ ચીફ શેફ દ્વારા નક્કી કરવામાં આવતુ. શાહી પરિવારના રસોડામાં અત્યારે પણ 1800 ઇસ્વીના વાસણોનો ઉપયોગ થઇ રહ્યો છે, એટલે કે 200 વર્ષથી પણ વધારે જૂના વાસણોમાં ખાવાનું બનાવાવમાં આવે છે.

ક્વીનને જો કોઇ વસ્તુ ના પસંદ હતી તો તે હતુ લસણ, આજે ભલે દુનિયા ફાસ્ટ ફૂડની દીવાના હોય પરંતુ ક્યારેય મહારાણીએ ફાસ્ટ ફૂડ ખાવાની ફરમાઇશ નથી કરી.જણાવી દઇએ કે, 10 મહિના પહેલા બ્રિટેનની મહારાણી એલિઝાબેથે તેમનો 95મ જન્મદિવસ મનાવ્યો હતો. તેમના શાસનના 70 વર્ષ 60 ફેબ્રુઆરી 2022ના રોજ થવાના હતા.

Shah Jina