અમેરિકામાં બ્રિજ સાથે કેમ ટકરાયુ જહાજ, થઇ ગયો ખુલાસો- ભારતીય ક્રૂ મેંબર્સની સૂઝબૂઝથી ટળ્યો મોટો અકસ્માત

અમેરિકામાં જે જહાજની ટક્કરથી મોટો પુલ ધરાશાયી થયો તેના ક્રૂ મેંબર્સ નીકળ્યા ભારતીય- ગર્વ થશે તમને પણ, વાંચો આખી સ્ટોરી નીચે

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં બનેલો ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવાર 25 માર્ચે રાત્રે બની હતી. હવે માહિતી આવી છે કે જહાજના ક્રૂમાં હાજર તમામ સભ્યો ભારતીયો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં પહેલા કોઈ જાનહાનિના સમાચાર નહોતા, જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતુ. બાલ્ટીમોરમાં બનેલી ઘટનાને લઈને શિપ મેનેજમેન્ટ કંપનીનું નિવેદન સામે આવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કંપનીએ કહ્યું કે ડાલી જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર ભારતીય છે. જેમાં બે પાઈલટનો પણ સમાવેશ થાય છે. કન્ટેનર જહાજ અચાનક આગળ વધવાની ક્ષમતા ગુમાવી બેઠુ હતુ, ક્રૂએ મેરીલેન્ડના અધિકારીઓને પણ આ અંગે જાણ કરી હતી. મેરીલેન્ડના ગવર્નરે જણાવ્યું કે વીજ પુરવઠો બંધ થયા બાદ જહાજના ક્રૂએ ‘મેડે કોલ’ (ઈમરજન્સી સિગ્નલ) જારી કર્યુ હતુ. આ કોલ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે જહાજ અથડાયાની થોડીક ક્ષણો પહેલા જારી કરવામાં આવ્યો હતો.

આ પછી અધિકારીઓએ ટ્રાફિક ધીમો કર્યો, જેના કારણે વધુ વાહનો પાણીમાં પડતાં અટક્યા. પુલ તુટી પડતા પહેલા સંપૂર્ણ રીતે ઠીક હતો. બાલ્ટીમોરમાં પુલ પડવાની ઘટના પર વ્હાઇટ હાઉસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ગુમ થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર ‘નજીકથી દેખરેખ’ રાખી રહ્યા છે. રીપોર્ટ્સ અનુસાર, બ્રિજ સાથે અથડાયેલ કાર્ગો જહાજના ક્રૂના તમામ 22 સભ્યો ભારતીય છે.

સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ DALI સ્થાનિક સમય અનુસાર લગભગ 1:30 વાગ્યે બ્રિજના થાંભલા સાથે અથડાયું હતું. મેરીલેન્ડના ગવર્નરે ભારતીય ક્રૂને હીરો ગણાવ્યા હતા. કારણ કે ચેતવણીના કારણે વાહનોને પુલ પર જતા અટકાવવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, હાલમાં જ માહિતી સામે આવી કે કોસ્ટ ગાર્ડ ઓફિસર એડમિરલ શેનન ગિલરેથે મંગળવારે સાંજે જણાવ્યું કે એક કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ છ ગુમ થયેલા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

એડમિરલે કહ્યું- અમે પટાપ્સકો નદીમાં ઘણા કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું. પાણીના તાપમાન અને અન્ય પરિબળોના આધારે અમે માનીએ છીએ કે નદીમાં પડી ગયેલા છ લોકો માટે જીવિત રહેવું અત્યંત મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, અમે સક્રિય સર્ચ ઓપરેશન બંધ કરી રહ્યા છીએ. જો કે કોસ્ટ ગાર્ડ અને અન્ય અધિકારીઓ હજુ પણ અહીં હાજર રહેશે.ફ્રાંસિસ સ્કોટ બ્રિજ સાથે અથડાતા પહેલા ડાલી જહાજ ત્રણ મોટી ઘટનાઓમાં સામેલ રહ્યુ છે.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, વર્ષ 2018માં જહાજની લિફ્ટમાં ખામીને કારણે એક ટેકનિશિયનનું મોત થયું હતું. 2019માં જહાજમાં સવાર એક અધિકારી ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે એવું તારણ નીકળ્યું હતું કે લાઇફ બોટ પર કામ કરતી વખતે અધિકારી પાણીમાં પડી ગયા હશે. વર્ષ 2023માં ફિલિપાઈન્સના દરિયાકાંઠે જહાજ એક કન્ટેનર સાથે અથડાયું હતું. આ ઘટનામાં ફિલિપાઈન્સ અને ચીનના એક-એક નાગરિકનું મોત થયું હતું.

Shah Jina