દુલ્હન બનીને લંડન મેટ્રોમાં ફરી રહી હતી ભારતીય યુવતિ, જોઇ હેરાન થયા લોકો- કોઇએ કરી તારીફ તો કોઇને આવ્યો ગુસ્સો
લંડનના રસ્તા પર દુલ્હનના ડ્રેસમાં નીકળેલી ભારતીય છોકરીને જોઇને લોકો થયા હેરાન- વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા રેડ લહેંગામાં લંડનના રસ્તાઓ પર ફરતી જોવા મળી રહી છે. આ રીલ શ્રદ્ધા નામની છોકરી દ્વારા શેર કરવામાં આવી હતી, જે સ્પેનિશ-ભારતીય મોડલ છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1,68,000 ફોલોઅર્સ છે. તે પોતાને એક ડિજિટલ માર્કેટર અને વાયરલ મીડિયા એક્સપર્ટ તરીકે વર્ણવે છે.
દુલ્હન બનીને લંડનમાં ફરતી જોવા મળી ભારતીય યુવતિ
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે યુવતિ ભારે ઘરેણાં સાથે રેડ એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં દુલ્હનની જેમ સજી ધજેલી છે અને સૌથી પહેલા લંડન ટ્યુબ પર સવારી કરે છે. ટ્રેનમાં પ્રવેશતાની સાથે જ બધાની નજર તેના પર અટકી જાય છે. ઘણા લોકો તેને આશ્ચર્યની નજરે પણ જોઇ રહ્યા છે. આ વીડિયો શેર કરતા કેપ્શન આપવામાં આવ્યું હતું કે “સ્ક્રીનના માધ્યમથી તમને બધાને ચિંતા આપી રહી છું.”
લાખો લાઇક્સ અને મિલિયનમાં મળ્યા વ્યુઝ
વીડિયોમાં લખવામાં આવ્યું છે, “લંડનમાં દેશી ટોપ અને સ્કર્ટ પર પ્રતિક્રિયાઓ.” 1 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવેલ આ વીડિયોને 27 લાખથી વધુ લાઇક્સ અને 43 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વિડિયોને ઇન્ટરનેટ યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, જેમાં કેટલાકે તેના આત્મવિશ્વાસની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરી. એક યુઝરે સંકોચ વિના પોતાની સંસ્કૃતિ અનુસાર કપડાં પહેરવા બદલ તેના ઘણા વખાણ કર્યા હતા.
લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયાઓ
જયારે એક યુઝરે લખ્યું- ભારતમાં લોકો વિચારશે કે તમે ભાગેડુ દુલ્હન છો. બીજાએ લખ્યું- ખૂબ સુંદર. અન્ય એક યુઝરે લખ્યું- તેમનું કોન્ફિડન્સ લેવલ. બીજા એક યુઝરે લખ્યું- ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. જો કે, એક યુઝરે લખ્યું – શરમજનક ! લગ્નનો લહેંગો પહેરીને રસ્તા પર કોણ ફરે ? ભારતમાં લોકો આવું કરતા નથી. કેટલીક લાઈક્સ અને ફોલોઅર્સ માટે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram