અરે બાપ રે… લગ્ન પહેલા આ છોકરીએ કર્યું એટલું સ્ટ્રગલ કે વીડિયોમાં જે હકીકત સંભળાવી તે જાણીને તમે પણ મોઢા ઉપર હાથ મૂકી દેશો

લગ્ન પહેલા છોકરીઓને કરવા પડે છે આવા આવા કામ ? આ યુવતી જે કહી રહી છે તે સાચું છે ?

લગ્ન એટલે એક મોટો ઉત્સવ છે, જેના માટે તૈયારીઓ પણ ખુબ જ કરવામાં આવે છે, નાના નાના રિવાજોથી લઈને મોટી મોટી વ્યવસ્થાઓ કરવી કોઈ બાળકોનું કામ નથી, લગ્નને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. પરંતુ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક કન્યા પોતાના લગ્ન માટેના સ્ટ્રગલ વિશે જણાવી રહી છે. વીડિયોની અંદર તે જણાવી રહી છે કે લગ્ન પહેલા તેને કેટલું સ્ટ્રગલ કર્યું. લગ્ન પહેલા તેને વજન ઓછું કરવા માટે ડાયટિંગ શરૂ કર્યું. જેના કારણે ઘણા લાંબા સમય સુધી તે તેનું મનગમતું ખાવાનું ખાઈ ના શકી.

વીડિયોની અંદર એક દુલ્હન બ્યુટી પાર્લરમાં બેઠેલી જોવા મળી રહી છે અને મેકઅપ કરાવી રહી છે. તે આગળ જણાવે છે કે તેને રિવાજોના કારણે એક દિવસ પહેલાથી સારી રીતે ખાવાનું પણ નથી ખાધું. ફક્ત એટલું જ નહીં, લગ્નના દિવસે તેને નાસ્તો તો શું ચા પણ નથી પીધી. જેના કારણે તેને પહેલા જ નક્કી કરી લીધું છે કે લગ્ન પછી તે તરત જ ખાવાનું ખાશે !

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલા આ રીલ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે. આ વીડિયો જોઈને લોકોનું હસવું પણ નથી રોકાઈ રહ્યું. ઘણા લોકો આ વીડિયોની અંદર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel