વરમાળા પહેરાવતા જ કન્યાએ વરરાજાને મારી દિધી જોરદાર થપ્પડ, જુઓ વીડિયો

લગ્નની સિઝન ચાલી રહી છે,એવામાં રોજે રોજ સોશિયલ મીડિયા પર અવનવા લગ્નના વીડિયો વાઈરલ થતા રહે છે. જો કે બધા લગ્ન મજેદાર નથી હોતા, કોઈક લગ્નમાં કાંડ પણ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે વર અને કન્યાને લઈને કોઈ વાત સામે આવી જાય. અથવા વરરાજાના મિત્રો કોઈ ન કરવાનું કરી બેશે ત્યારે લગ્નમાં ખુશીનો માહોલ થોડીવાર માટે ઉગ્ર બની જાય છે.

હવે આજે અમે જે વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે. કારણ કે, આ વીડિયોમાં તમે જોશો કે વરમાળાના થોડા સમય પહેલા જ કન્યા વરરાજાને થપ્પડ મારી દે છે. આ ઘટના ઉત્તર પ્રદેશના હમિરપુર જિલ્લામાં બની છે, જ્યાં મોટી સંખ્યામાં મહેમાન લગ્નમાં ભાગ લેવા પહોચ્યા હતા અને તેમની સામે જ આવી ઘટના બની.

વીડિયોમાં તમે જોશો કે સ્ટેજ પર વર અને કન્યા હાથમાં હાર લઈને ઉભા છે. જેવો વરરાજા કન્યાને વરમાળા પહેરાવે છે ત્યારે કન્યા ગુસ્સે થઈ જાય છે અને વરરાજાને બે ત્રણ થપ્પડ મારી દે છે. ત્યાર બાદ તે સ્ટેજ પરથી ઉતરીને જતી રહે છે. આ ઘટનાને જોઈને મહેમાન દંગ રહી જાય છે. જો કે, કન્યાએ આવું કેમ કર્યું તેનું સાચુ કારણ તો સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક જાણકારી પ્રમાણે તે વરરાજાને પસંદ નહોતી કરતી.

પત્રકાર પીયૂષ રાઈએ આ વીડિયો શેર કરતી વખતે લખ્યું છે કે, યૂપીના હમીરપુરમાં જયમાળા દરમિયાન સ્ટેજ પર કન્યાએ વરરાજાને થપ્પડ મારી દિધી. આ ઘટનાનું સાચુ કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ વરરાજાના સંબંધીનો દાવો છે કે કન્યાને વરરાજો પસંદ નહોતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કન્યાનું નામ રીના હોવાનું સામે આવ્યું છે, જેના લગ્ન રવિકાંત અહિરવાર સાથે નક્કી થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક પોલીસ અને પરિવારના સભ્યોની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો અને છેલ્લે કન્યા લગ્ન માટે રાજી થઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો ખુશ છે તો કેટલાક સલાહ આપી રહ્યા છે કે બધાની વચ્ચે વરરાજાને થપ્પડ મારવી યોગ્ય નથી. તો બીજાએ લખ્યુ કે, આ છોકરીએ જબરદસ્તીથી લગ્ન કરાવવા માટે તેના માતા પિતાને થપ્પડ મારવી જોઈએ. તો બીજાએ કહ્યું આ ઘટના શરમજનક છે. તેના પર અપમાન અને મારપીટનો આરોપ લગાવવો જોઈએ. તો ઘણા લોકો કહી રહ્યા છે છોકરીના માતા પિતાએ લગ્ન નક્કી કરતા પહેલા તેમની સાથે વાત કરવી જોઈતી હતી અને તેની પસંદગી જાણવી જોઈતી હતી.

YC