લૂંટેરી દુલ્હન : રસ્તામાં વરરાજાને કહ્યું, ‘મારા માટે પાણી લઇ આવો..’ ત્યારબાદ દુલ્હન થઇ રફુચક્કર, સોના-ચાંદી અને રોકડ રકમ લઈને થઇ ફરાર

લૂંટેરી દુલ્હનના અનેક કારનામાઓ સામે આવતા રહે છે, તેવામાં ફરી એક વાર લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે જેમાં દુલ્હન સાસરે  જવા નીકળી ગઈ હતી તે સાસરે પહોંચી નહિ પરંતુ રસ્તામાં વરરાજાને મૂર્ખ બનાવી અને ત્યાંથી ભાગી ગઈ હતી. આ દરમ્યાન દુલ્હન તેની સાથે રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી અને વરરાજા તેને શોધતો રહી ગયો હતો.

‘આજ તક’ના અહેવાલ મુજબ દુલ્હન ત્યારે ભાગી જ્યારે તેણે રસ્તામાં વરરાજાને પાણી લેવા માટે કહ્યું. આ પછી વરરાજા પાણી લેવા ગયો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે પાણી સાથે છેતરાવું પણ પડ્યું હતું. ત્યારે વરરાજા સમજી ગયો કે લગ્નના નામે તેની સાથે કેવી રમત રમાઈ છે.

દુલ્હાનું નામ રાજુ છે. આ યુવાનના લગ્ન મધ્યસ્થી દ્વારા નક્કી થયા હતા અને તેણે કહ્યું હતું કે આ લગ્ન માટે તે રાજુ પાસેથી 80 હજાર રૂપિયા લેશે. રાજુના પિતા પણ આ શરતે લગ્ન માટે સંમત થયા હતા. આ પછી લગ્નની તારીખ રાખવામાં આવી અને સમયપત્રક મુજબ રાજુના લગ્નની વિધિઓ શરૂ થઈ હતી.

મળતી માહિતી મુજબ જે છોકરીના લગ્ન થવાના હતા તે વ્યક્તિનો સીધો પરિચય રાજુના લગ્ન ગોઠવનાર વ્યક્તિ સાથે થયો હતો. લગ્ન દરમિયાન રાજુના પિતા અને પરિવારે તમામ ધાર્મિક વિધિઓ કરી અને ઘરમાં રાખેલા તમામ ઘરેણાં રાજુની કન્યાને આપ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની છે. આ ઘટના અહીં સ્થિત બેવર પોલીસ સ્ટેશન વિસ્તારના પરૌંખા ગામમાં બની છે.

લગ્ન સમાપ્ત થયા પછી કન્યા તે જ મંદિરમાંથી વિદાઈ થઇ હતી. કહેવામાં આવ્યું હતું કે કોઈ કારણ બતાવીને દુલ્હનની સાઇડથી માત્ર એક કે બે લોકો જ લગ્નમાં આવ્યા હતા. વિદાય પછી કન્યાએ વર રાજુ પાસેથી રસ્તામાં બસ સ્ટેન્ડ પર પાણીની બોટલ મંગાવી હતી. જ્યારે રાજુ પાણી લઈને પાછો ફર્યો ત્યારે દુલ્હન બધું લઈને ગાયબ થઈ ગઈ હતી અને વરરાજાના પરિવારના સભ્યોએ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Patel Meet