કન્યાની એંટ્રી સમયે જ થઇ ગઈ એવી ભૂલ કે કન્યાએ સ્ટેજ ઉપર આવવાની જ ના પાડી દીધી, વાયરલ થયો વીડિયો

આખરે એવી તો શું ગઈ ભૂલ કે કન્યાએ સ્ટેજ ઉપર જવાની જ ના પાડી દીધી, જુઓ વીડિયોમાં

લગ્નની ખુશી કોને ના હોય, જો કે કોરોના અને લોકડાઉનના કારણે લગ્નની ખુશીઓમાં થોડું ગ્રહણ પણ લાગી ગયું છતાં પણ લોકો લગ્નની અંદર ખુબ જ ઉત્સાહિત થતા હોય છે. સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો પણ બનતા હોય છે અને વાયરલ પણ થતા હોય છે. ઘણા વીડિયો હસવાઈને પેટ દુખાડનારા હોય છે તો કેટલાક હેરાન પણ કરી દેનારા હોય છે. કેટલાક વીડિયોની અંદર અનોખા રીતિ રિવાજો પણ જોવા મળે છે.

પરંતુ હાલ જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તો કંઈક જુદો જ નજારો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે જેવી જ દુલ્હનની એન્ટ્રી થાય છે તે એકદમ નારાજ થઇ જાય છે. ગુસ્સામાં જ તેનો ચહેરો લાલ બની જાય છે. તેની નારાજગી પાછળનું કારણ ખુબ જ હેરાન કરી દેનારી હતું.

દુલ્હન એટલા માટે નારાજ થાય છે કે તેની એન્ટ્રીના સમયે તેનું મન ગમતું ગીત નથી વાગતું. જેના કારણે તે સ્ટેજ ઉપર જવાની ના પાડી દે છે અને ગુસ્સામાં જોવા મળી રહી છે.જેના બાદ ત્યાં હાજર તેના ભાઈ અને બીજા લોકો તેને શાંત કરવવાનો પ્રયત્ન પણ કરે છે, અને કહે છે કે થોડીવાર રાહ જો બધું સારું થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પરંતુ કન્યાનો ચહેરો જણાવી દે છે કે તે કેટલી માયુસ બની ગઈ છે. કારણ કે તેને પોતાના મન્ગ મત ગીત ઉપર ડાન્સ કરી અને સ્ટેજ ઉપર આવવાનું હતું પરંતુ તે ગીત ના વાગવાના કારણે તેનો મૂડ ખરાબ થઇ ગયો. થોડી જ સેકેંડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel