લગ્નમાં દુલ્હને ‘છમ્મક છલ્લો’ પર કર્યો એવો ડાંસ કે જોતો જ રહી ગયો દુલ્હો- જુઓ તમે પણ વીડિયો

‘છમ્મક છલ્લો’ પર દુલ્હનના બેજોડ ડાંસને જોતો રહી ગયો દુલ્હો, વાયરલ થઇ રહ્યા છે મિલિયન ડોલર રિએક્શન

આજકાલ લગ્નમાં ટ્રેન્ડ બદલાઇ ગયો છે. હવે લગ્નમાં જ્યાં સુધી દુલ્હા-દુલ્હન ડાંસ ન કરે ત્યાં સુધી લગ્ન અધૂરા લાગે છે. જ્યારે પણ દુલ્હન ડાંસ કરે ત્યારે બધાની નજર દુલ્હાના રિએક્શન પર ટકેલી હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને દુલ્હનના ડાંસની તારીફ પણ કરી રહ્યા છે.

‘છમ્મક છલ્લો’ પર દુલ્હને કર્યો એવો ડાંસ કે જોતો રહી ગયો દુલ્હો

ત્યાં ઘણા લોકો દુલ્હાના રિએક્શન પર કમેન્ટ કરી રહ્યા છે. કોઇએ કહ્યુ કે દુલ્હો શરમથી લાલ થઇ ગયો તો કોઇએ કહ્યુ કે દુલ્હાનું બ્લશ જોવાલાયક હતુ. વાયરલ થઇ રહેલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @_wedding_tales_nepal નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ખબર પડે છે કે આ વીડિયો નેપાળનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે દુલ્હને ખૂબસુરત લહેંગો પહેર્યો છે અને તે શાહરૂખની ફિલ્મ રાવનના છમ્મક છલ્લો ગીત પર ડાંસ કરી રહી છે.

દુલ્હો પોલિસ ઇન્સ્પેક્ટર જ્યારે દુલ્હન ડોક્ટર

દુલ્હનના ડાંસ મૂવ્સ એટલા જોરદાર હતા કે પાછળ ઊભેલો દુલ્હો પણ તેને જોતો રહી ગયો. વીડિયોમાં દુલ્હો તેનો ફોન નીકાળી એક મહિલાને આપતો અને પછી પોતાની દુલ્હન સાથે ડાંસ કરતો જોવા મળે છે. વીડિયોના કમેન્ટ સેક્શનથી એવો ખ્યાલ આવી રહ્યો છે કે દુલ્હો નેપાળમાં પોલિસ ઇન્સ્પેક્ટર છે અને તેનું નામ કિરન થાપા રાવત છે. જ્યારે દુલ્હન એક ડોક્ટર છે અને તેનું નામ કૃતિ મહતો છે.

Shah Jina