દુલ્હને પોતાનો મેકઅપ વચ્ચે રોકી પાલતુ શ્વાનને ખવડાવ્યુ ખાવાનું, વીડિયો જોઇ તમને પણ આવી જશે પ્રેમ

લગ્નમાં દુલ્હને તેના પાલતુ શ્વાન માટે કર્યુ એવું કામ કે વીડિયો જોઇ દુલ્હાની આંખમાં આવી ગયા આંસુ

જે લોકોએ પોતાના ઘરમાં પાળતુ પ્રાણી રાખ્યા છે તેઓ જાણે છે કે તેમના પ્રાણીઓની દરેક રીતે કાળજી કેવી રીતે રાખવી. તમે ગમે તે સ્થિતિમાં હોવ, પરંતુ પહેલા તમારા પાલતુની કાળજી કેવી રીતે લેવી. ઘરની બહાર જવું હોય કે કોઈ ફંકશનમાં હાજરી આપવી હોય, દરેક પ્રસંગે પોતાના પાલતુ પ્રાણીની સંભાળ કેવી રીતે રાખવી. મોટાભાગના લોકો શ્વાનને તેમના ઘરમાં રાખવાનું પસંદ કરે છે. શ્વાન તેમના માલિક પ્રત્યે ખૂબ વફાદાર હોય છે અને કોઈપણ સ્થિતિમાં માલિક સાથે રહેવાનું પસંદ કરે છે.

શ્વાનને પણ સારી રીતે રાખવાની જવાબદારી અને તેના ખાવા-પીવાની વ્યવસ્થા કરવાની જવાબદારી માલિકની હોય છે. ઇન્ટરનેટની દુનિયામાં શ્વાન અને તેના માલિકના ઘણા એવા એવા વીડિયો સામે આવે છે, જે જોઇ આપણુ હૈયુ પણ ભરાઇ જાય. હાલમાં પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન તેના લગ્નના દિવસે પણ તેનો મેકઅપ રોકી અને તેના પાલતુ શ્વાનને ખવડાવી રહી છે.

દુલ્હન અને શ્વાન વચ્ચેના પ્રેમે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યું છે. સિમર નામની મેક-અપ આર્ટિસ્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં દિવ્યા નામની દુલ્હન તેના પાલતુ શ્વાન બુજોને બિરયાની ખવડાવતી જોવા મળી રહી છે. દુલ્હને પોતાના હાથે શ્વાનને બિરયાની ખવડાવી હતી. આ વિડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે કન્યા પોતાની પ્રાથમિકતા નક્કી કરે છે.’

 

View this post on Instagram

 

A post shared by Simar K (@simark_makeup)

વીડિયો જોઈને વરરાજા પણ ભાવુક થઈ ગયા હશે અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા હશે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પાલતુ પ્રાણી હંમેશા ખાસ હોય છે. તેમની સાથે એક સુંદર બંધન છે. મારી સુંદર કન્યા દિવ્યાએ તૈયાર થવામાં વચ્ચે વિરામ લીધો કારણ કે તેનો બુજો ભૂખ્યો હતો અને તેના હાથથી ખાવા માંગતો હતો. લોકો આ વીડિયોને ઘણો પ્રેમ આપી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે.

Shah Jina