લગ્ન પહેલા જ આ કન્યાએ પોતાના પતિ પાસે કરી દીધી એવી માંગણી કે વાયરલ થઇ ગયો વીડિયો, તમે પણ જુઓ

સમાજની અંદર આજે લગ્નોમાં દહેજ એક મોટું દુષણ બની ગયું છે. ઠેર ઠેર દહેજ અને તેને લઈને કેટલીય બહેન દીકરીઓના લગ્ન જીવન બરબાદ થવાના ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, તો ઘણા કિસ્સાઓમાં દહેજ બાબતે જાગૃતતાનો સંદેશ પણ આપતા ઘણા લોકોને આપણે જોઈએ છીએ. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ નવાઈ લાગશે.

આ ઘટના બની છે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં. જ્યાં ઘણા કિસ્સાઓની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહેતી હોય છે. હાલમાં જ પાકિસ્તાની મહિલા સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ છે. જેને લગ્ન પહેલા જ પોતાના પતિ પાસે એક માંગણી કરી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ મહિલાનું નામ છે નાઇલા શમલ. જે મૂળ મરદાનની રહેવાસી છે. નાઇલાએ લગ્ન પહેલા જ પોતાના પતિ પાસે એવી માંગણી કરી નાખી કે તેને સાંભળીને સૌ કોઈ હેરાન છે. તેને પોતાના પતિ પાસે માંગણી કરતો એક વીડિયો પણ બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

તે વીડિયોની અંદર જણાવી રહી છે કે તે એક લેખિકા છે અને તેના કારણે જ તેને “હક મેહર”ના રૂપમાં એક લાખના પુસ્તકો જોઈએ. નાયલાનું કહેવું છે કે તે આ કુપ્રથાને ખતમ કરવા માંગે છે.  તે એમ પણ જણાવી રહી છે કે તેના દેશમાં મોંઘવારી ખુબ જ વધી ગઈ છે. જો મારા જેવા લોકો આ કુપ્રથાને ખતમ નહીં કરે તો તે વધતી જ જશે. ખાસકરીને હું એક લેખિકા છું અને હું જ જો પુસ્તકોની કદર નહીં કરું તો બીજાને કેવી રીતે કહી શકીશ ?”

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોને એક ટ્વીટર યુઝર્સ મોના ફારૂક અહેમદ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો હતો. પહેલા તો તેની વાતો સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયું હતું, પરંતુ ત્યારબાદ લોકો તેની પ્રસંશા પણ કરવા લાગ્યા. આ વીડિયોને ત્યારસુધી એક લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે. તમે પણ જુઓ આ વીડિયો…

Niraj Patel