સંગીત સંધ્યામાં દીકરીએ પોતાના પિતા માટે એવા ગીત પર કર્યો ડાન્સ કે હાજર સૌ મહેમાનોની આંખો પણ આંસુઓથી ભીંજાઈ ગઈ, જુઓ વીડિયો

લગ્ન પહેલા જ દીકરીએ જીત્યા સૌના દિલ, “મૂડ કે ના દેખો દિલબરો…” ગીત પર પપ્પા માટે કર્યો એવો ડાન્સ કે સૌ કોઈ થયા ભાવુક, જુઓ

Bride Dance for father: કમૂહુર્ત વીત્યા બાદ હવે લગ્નની સીઝન (marriage season) પાછી શરૂ થઇ ગઈ છે અને ઠેર ઠેર ઘણા બધા લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં કેટલાય વીડિયો એવા પણ હોય છે જે ભાવુક પણ કરી દેતા હોય છે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દરેક કન્યા (bride) લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ તેના મનમાં ચોક્કસપણે ઉદાસી હોય છે કે તે પોતાનું ઘર છોડીને બીજાના ઘરે જશે. આ દુ:ખ માતા-પિતાને પણ સતાવે છે. આ અહેસાસની ઝલક વાયરલ વીડિયો (viral video) માં સ્પષ્ટપણે જોવા મળી હતી. જેમાં દુલ્હન દ્વારા તેના પિતા માટે કરવામાં આવેલ સુંદર ડાન્સ જોવા મળી રહ્યો છે. પિતા પોતાની પ્રિય દીકરીને સ્પેશિયલ ડાન્સ કરતા જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે.

આ વિડિયો થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ shaadibts પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન ગુલાબી ચમકદાર લહેંગો પહેરીને ફિલ્મ ‘રાઝી’ના ગીત ‘મુડ કે ના દેખો દિલબરો…’ પર પરફોર્મ કરતી જોવા મળે છે. જેવી તે ડાન્સ કરવાનું શરૂ કરે છે, તેના પિતા ભાવુક થઈ જાય છે. પછી તે ઊભા થઈને સ્ટેજ પર ચઢે છે અને હાથમાં માઈક લઈને દીકરી માટે થોડી લાઈનો બોલે છે.

તે કહે છે, ‘એક આંખમાં આંસુ લઈને હું તને રાખીશ, બીજી આંખમાં હું તને ખુશ રાખીશ’. 16 માર્ચે ઈન્સ્ટા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી હજારો લાઈક્સ મળી ચૂકી છે. આ સાથે જ લોકો તેના પર કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારા આંસુ રોકી ન શક્યો. બીજાએ કહ્યું, ‘ખૂબ જ ભાવનાત્મક ક્ષણ’.

Niraj Patel