મોટાભાગના લોકોની ઈચ્છા સરકારી નોકરી મળેવવા માટેની હોય છે, જેના માટે તેઓ મહેનત પણ કરતા હોય છે. પરંતુ લગ્નના દિવસે જ સરકારી નોકરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું થાય એ કેવું કહેવાય ?
હાલ જૂનાગઢમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્યાને પોતાના લગ્નના દિવસે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે સરકારી કચેરીએ પહોંચવું પડ્યું હતું.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માઘ્યમિક શાળામાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઈન ભરતીની કાર્યવાહી હાથ ઘરવામા આવેલ છે જેના ભાગ રુપે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેમને મેરીટના ધોરણે તેમની લાયકાતના પ્રમાણપત્રનું રુબરુ ચકાસણી માટે જિલ્લા કક્ષાએ બોલાવવામા આવેલ હતા.
જૂનાગઢ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વેરીફીકીશ પ્રક્રિયામાં જૂનાગઢના અપેક્ષાબેન હદવાણીને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હતું. ત્યારે આજરોજ તેમના લગ્ન પણ હતા. જેના કારણે ચૉરીના ફેરા ફરતા પહેલા તે પોતાના ડોક્યુમેન્ટ ચકાસણી માટે ગર્લ્સ સ્કૂલ ખાતે લગ્નના જોડામાં જ પહોંચ્યા હતા. જેમાં માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે તેમને કોઈ અગવડ ના પડે.