પોતાના લગ્નમાં જાતે જ ગાડી ચલાવીને વિદાય થઇ દુલ્હન, સોશિયલ મીડિયામાં તેના આ બિન્દાસ અંદાજનો વીડિયો થયો વાયરલ

હાલના સમયમાં લગ્નની પ્રથાઓ પણ બદલાઈ છે. આજે મોટાભાગના લોકો પોતાના લગ્ન કેવી રીતે ખાસ બને તેમ ઇચ્છતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા ખાસ લગ્ન્નોના ઘણા વીડીયો પણ વાયરલ થતા જોવા મળે છે.  ત્યારે આ દરમિયાન જ એક એવી દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જાતે જ ગાડી ચલાવીને વિદાય લઇ રહી છે.

દરેક દીકરી માટે તેની વિદાયની ક્ષણો ખુબ જ ખાસ હોય છે, સોશિયલ મીડિયામાં થોડા સમયથી દીકરીના વિદાય પ્રસંગને ખુબ જ ખાસ બનાવવાના ઘણા વીડિયો પણ આપણે જોયા છે, જેમાં દીકરીની વિદાય હેલીકૉપ્ટર દ્વારા કરવામાં આવી હોય.

પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દીકરી પોતાના વિદાય પ્રસંગમાં જાતે જ ગાડી ચલાવીને વિદાય લઇ રહી છે. સોશિયલ મીડિયામાં કન્યાના આ બિન્દાસ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યા પોતાના વિદાય સમયે એકદમ હસતા હસતા અને ખુશીના માહોલમાં નજર આવે છે. આ બધા વચ્ચે તે ગાડીમાં બેસીને કારની ચાવી લે છે અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને સીટબેલ્ટ બાંધી બધાને આવજો કહેતી લગ્ન મંડપમાંથી વરરાજા સાથે નીકળી જાય છે.

સોશિયલ મીડિયામાં આ છોકરીનો બિન્દાસ અંદાજ હવે લોકોને પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો કોમેન્ટ કરીને તેને “બિન્દાસ ગર્લ” પણ કહી રહ્યા છે. જુઓ તમે પણ આ વીડિયો…..

 

View this post on Instagram

 

A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1)

Niraj Patel