રસ્તા વચ્ચે જ ચાલુ બાઈક ઉપર છોકરીની છેડતી કરવા લાગ્યા આ રોડ રોમિયો? પછી જે થયું તે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક્ટિવા પર જતી કેટલીક યુવતીઓને બાઈક ઉપર જતા કેટલાક લોકો છેડતી કરે છે.

પોતાના એક્ટિવા પર જતી છોકરીઓને પાછળથી આવતો એક બાઈક સવાર ગીતો ગાઈને છેડતી કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આવું રોજ રોજ બનતું આવે છે પરંતુ અચાનક એક દિવસ એવું બને છે જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પેટ પકડીને હસવા માટે મજબુર બની જાય છે અને આ વીડિયો પણ વાયરલ થઇ જાય છે.

વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે જેવો જ છોકરો છોકરીઓની છેડતી કરીને આગળ જાય છે કે તેની બાઈકનું સંતુલન ખોઈ બેસે છે અને ધડામ દઈને નીચે પડી જાય છે, જેના બાદ છોકરી પણ તેની નજીક જઇને ઉભી રહે છે અને તેને કઈ કહે છે. છોકરી કહે છે કે “પડી ગયો ને.. છોકરીની છેડતી કરતો હતો.” અને છોકરી પણ હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો સ્ક્રિપ્ટેડ વીડિયો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને મનોરંજન માટે બનાવ્યો હોઈ શકે છે. માટે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો કોમેન્ટમાં આ યુવકને તેના કર્મોની સજા મળી એમ પણ જણાવી રહ્યા છે.

Niraj Patel