અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાએ પોલિસને કર્યો ખુલ્લેઆમ ચેલેન્જ, એક્ટિવા પર ઊભા થઇને કર્યો એવો ખતરનાક સ્ટંટ કે…

અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકે કર્યો જોખમી સ્ટંટ, મોપેડ પર ઊભા રહીને કર્યો એવો ખતરનાક સ્ટંટ કે…ગણતરીના કલાકોમાં જ પોલિસે ઝડપી કરાવ્યુ કાયદાનું ભાન

Sindhubhavan road stunt video viral : આજકાલ તો યુવાઓને સોશિયલ મીડિયા પર લાઇક મેળવવાનું અને વ્યુઝ મેળવવાનું ઘેલુ લાગ્યુ છે અને આ માટે તો તેઓ કંઇ પણ કરવા તૈયાર હોય છે, પછી ભલેને પોતાને કે બીજાનો જીવ પણ કેમ જોખમમાં ના મૂકવાનો હોય. હાલ આવો જ એક વીડિયો અમદાવાદના સિંધુભવન રોડ પરથી સામે આવ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે મોપેડ પર બે યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ સાથે તેઓ પોતાનો અને બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સ્ટંટ કરનારા યુવકોએ મોપેડની નંબરપ્લેટ સાથે પણ છેડછાડ કરી છે કદાચ એટલા માટે કે તેઓ પકડાય નહી. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ એવું લાગી રહ્યુ છે કે અતિ વ્યસ્ત અને હાઇપ્રોફાઈલ રોડ પર જોખમી સ્ટેટ કરી આ યુવાનો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ પહેલા પણ સિંધુભવન રોડ પર સ્ટંટના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. અમદાવાદના હાઈપ્રોફાઈલ એવા સિંધુભવન રોડ પર એક્સેસ અને એક્ટિવા પર સવાર નબીરાઓની સ્ટંટબાજીથી પોતાની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમ મૂકાયા હતા. ટ્રાફિક DCPએ જણાવ્યું કે, પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને તેનું વાહન જમા પણ કરવામાં આવ્યું છે.

યુવકનું નામ સાહિલ દાંતણીયા હોવાનું અને તે વેજલપુરમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત પોલિસ અન્ય યુવકની ફણ શોધ કરી રહી છે જે એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો હતો. અન્ય યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina