હોમવર્ક કરતા કરતા સુઈ ગયેલા છોકરાના ગાલ ઉપર માતા-પિતાએ જોયું એવું કે ચોંકી ઉઠ્યા, તસવીરો થઇ વાયરલ

કહેવાય છે કે બાળકો ખુબ જ માસુમ હોય છે. તે કોઈપણ કામ કરે ખુબ જ નિર્દોષ ભાવે કરતા હોય છે. ત્યારે આ દરમિયાન જ એક બાળકનો જે કિસ્સો સામે આવ્યો છે તે તમને પણ વિચારમાં મૂકી દે તેવો છે.

એક બાળક પોતાનું હોમવર્ક કરવા દરમિયાન સુઈ ગયો અને જયારે તે ઉઠ્યો ત્યારે તેના માતા પિતા તેના ગાલને જોઈને હેરાન રહી ગયા હતા, કારણ કે તેના ગાલ ઉપર એક ગિરોળીનું નિશાન છપાઈ ચૂક્યું હતું.

રિપોર્ટ પ્રમાણે આ બાળક જયારે હોમવર્ક કરતા કરતા પોતાની નોટબુક ઉપર જ સુઈ ગયું ત્યારે તે સમયે તેની નોટબુકની અંદર એક ગિરોળી પણ હતી, જેની તેને પણ ખબર નહોતી. પરંતુ જયારે તે ઉઠ્યો ત્યારે અરીસામાં પોતાના ચહેરાને જોઈને ડરી ગયો.

ત્યારબાદ તેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં સામે આવી, જેને જોઈને ઇન્ટરનેટ ઉપર પણ ઘણા યુઝર્સ અલગ અલગ રિએક્શન આપવા લાગ્યા. ઘણા લોકોને આ ઘટના ખુબ જ ડરામણી લાગી. બાળકના ગાલ ઉપર ગિરોળીના નિશાન ખુબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

પરંતુ સારું હતું કે તે ગરોળી પહેલાથી જ મરેલી હતી જેના કારણે તે બાળકને કોઈ નુકશાન ના પહોંચાવી શકી. તેના માતા પિતા પણ જ્યારે બાળકના ગાલ ઉપર છપાયેલી આ ગરોળીની છાપ જોઈ ત્યારે તે પણ ચોંકી ઉઠ્યા હતા.

સોશિયલ મીડિયા ઉપર તેની આ તસ્વીર પોસ્ટ થવાની સાથે જ ખુબ જ વાયરલ થઇ ગઈ હતી, અને ઘણા લોકો હેરાન રહી ગયા હતા તો ઘણા લોકો આ તસ્વીર ઉપર હસી પણ રહ્યા હતા. ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ કેવી રીતે શક્ય બન્યું ? તો ઘણા લોકો આ બાળકને ખુબ જ બહાદુર પણ કહી રહ્યા છે.

આ તસ્વીરને મેનલીન નામની એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી હતી. જેમાં તેને ચીની ભાષામાં લખ્યું હતું કે, “આમ તો હોમવર્ક દરમિયાન સુઈ જવું કોઈ મોટી વાત નથી, અહીંયા સુધી કે તેમે એક મૃત ગરોળીને પણ અનુભવી ના શકો. શું તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની છે ?”

Niraj Patel