લગ્નમાં સ્ટેજ પર ઊભા છે દુલ્હા-દુલ્હન, અચાનક આવી ગયો એક યુવક અને કરવા લાગ્યો એવું કે લોકોએ વીડિયો ઉતારી કરી દીધો વાયરલ

લગ્નમાં ખુબસુરત દુલ્હન સાથે આ વ્યક્તિએ એવી હરકત કરી કે ચારે બાજુ મચી ગયો હાહાકાર- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં દિયર-ભાભી અને જીજા-સાળીના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા ધૂમ મચાવતા હોય છે. તેમજ સોશિયલ મીડિયા પર ઘણીવાર દુલ્હા દુલ્હનના સ્ટેજ વીડિયો પણ વાયરલ થતા રહેતા હોય છે. દુલ્હાના મિત્રો દ્વારા ઘણીવાર સ્ટેજ પર એવી હરકત કરવામાં આવે છે જેના કારણે તેમનો વીડિયો વાયરલ થઇ જતો હોય છે.

સોશિયલ મીડિયા પર હાલ દુલ્હા-દુલ્હનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હા-દુલ્હન સ્ટેજ પર ઊભા હોય છે અને ત્યારે જ એક વ્યક્તિ ત્યાં પહોંચી જાય છે અને પછી ડાંસ કરવા લાગે છે. તેને જોતા જ સામે ઊભેલા મહેમાન મોબાઇલ કેમેરામાં તેનો વીડિયો રેકોર્ડ કરવા લાગી જાય છે. ઇન્ટરનેટ પર આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે. દુલ્હ-દુલ્હનની હાજરીમાં અચાનકથી કોઇ સ્ટેજ પર જઇ ડાંસ કરવા લાગી જાય તો તેને જોઇને કોઇ પણ હેરાન રહી જાય.

કંઇક આવું જ હાલ વાયરલ થયેલ વીડિયોમાં જોઇ શકાય છે.  બ્લેક શર્ટ અને પેંટમાં એક છોકરો સ્ટેજ પર પહોંચી જાય છે અને પછી સલમાન ખાન, શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતના પોપ્યુલર સોન્ગ ‘તારો સે ચમકતા ગહેના હો’ પર ડાંસ કરવા લાગી જાય છે. આ વીડિયો જોયા બાદ લોકો હેરાન છે કે લગ્ન સમયે આ છોકરાને આવું કરવાની જરૂર શું હતી.

આ વીડિયોને જોયા બાદ એક યુઝરે લખ્યુ કે, આ વીડિયો જોયા બાદ મને જૂની ફિલ્મો યાદ આવી રહી છે, જેમાં હિરોઇન્સ કોઇ બીજા યુવક સાથે સગાઇ કરી લે છે અને હીરો પાર્ટીમાં આવીને ગીત ગાય છે ‘તુ પ્યાર હે કિસી ઓર કા’. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આને લાગે છે કે ત્યાં નાચીશ તો કુલ લાગીશ. જયારે આવું બિલકુલ નથી. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે અને આ વીડિયો પર લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે.

Shah Jina